ભારત વિરુદ્ધ ઝેર ફેલાવી ટ્રુડોને શું મળશે? આંતરિક રાજકારણ અને ચૂંટણીમાં પરાજય જવાબદાર
PM Trudeau Blame Game: કેનેડા અને ભારતનો વિવાદ સતત વધી રહ્યો છે. બંને દેશો તરફથી એક પછી એક આક્ષેપો થઈ રહ્યા છે, સાથે સાથે બંને દેશોએ એક-બીજાની વિરૂદ્ધ અમુક આકરા પગલાં પણ લીધા છે. ભારતે કેનેડાના રાજદૂત સહિત તેના છ અધિકારીઓને પરત ફરવાનો આદેશ આપ્યો છે. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ બંને દેશો વચ્ચે વિવાદ સતત વધી રહ્યો છે. જોકે, તેનું એક મૂળ કારણ કેનેડાનું આંતરિક રાજકારણ છે. કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ભારત વિરોધી નીતિ રજૂ કરી કેનેડામાં પ્રભુત્વ ધરાવતા ખાલિસ્તાનીઓનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચાલો જાણીએ કેનેડાના રાજકારણમાં શું ચાલી રહ્યું છે?
આ પણ વાંચોઃ લૉરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે કામ કરે છે ભારતના એજન્ટ: ભારત પર કેનેડાના આરોપથી ખળભળાટ
ઘટતી લોકપ્રિયતાના કારણે તણાવમાં
છેલ્લા કેટલાક દિવસોમાં કેનેડાના રાજકારણમાં જસ્ટિન ટ્રુડોની લોકપ્રિયતામાં ઝડપથી ઘટાડો થયો છે. તેમની પાર્ટીને તાજેતરની કેટલીક સ્થાનિક ચૂંટણીઓમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. તેમજ સંસદમાં પણ નેતાઓનું સમર્થન અને ટેકો ગુમાવી રહ્યા છે. તેઓ આવતા વર્ષે યોજાનારી ચૂંટણી પહેલાં તેમની ખોવાયેલી લોકપ્રિયતા પાછી મેળવવા માંગે છે. જેથી કેનેડામાં શીખોની વધુ પડતી વસ્તીનો લાભ લેતાં ભારત વિરોધી નિવેદનોથી તેમને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાવાર આંકડા અનુસાર, કેનેડાની કુલ વસ્તીમાં શીખનો હિસ્સો 2.1 ટકા છે. જેમના લીધે કોઈપણ ચૂંટણીમાં 2-3 ટકાના વોટની મોટી અસર થઈ શકે છે.
આ પણ વાંચોઃ જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું- મારા પર વ્યક્તિગત હુમલા થયા
ટ્રુડોનું ભારત વિરોધી વલણ
વડાપ્રધાન ટ્રુડો હંમેશા ભારતની વિરુદ્ધ રહ્યા છે. તે 2018માં ભારતની મુલાકાતે આવ્યો હતો. જે દરમિયાન તેમણે ખાલિસ્તાન સમર્થકોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો. તેમની કેબિનેટમાં એવા લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ ખુલ્લેઆમ ભારત વિરુદ્ધ ઉગ્રવાદી અને અલગતાવાદી એજન્ડા સાથે જોડાયેલા છે. તેઓ અવારનવાર ભારત વિરોધી નિવેદનો આપી રહ્યા છે.
આ પણ વાંચોઃ ભારત સરકાર ખુદ કરાવશે પન્નૂ કેસમાં અમેરિકન આરોપીની તપાસ, US જશે ભારતીય તપાસ કમિટી