'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે...' વિવાદ વચ્ચે કેનેડાએ નાગરિકો માટે જાહેર કરી 'એડવાઈઝરી'

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી

કહ્યું - અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે

Updated: Sep 20th, 2023


Google NewsGoogle News
'જમ્મુ-કાશ્મીર ન જશો, સુરક્ષાને જોખમ છે...' વિવાદ વચ્ચે કેનેડાએ નાગરિકો માટે જાહેર કરી 'એડવાઈઝરી' 1 - image

ખાલિસ્તાન સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા અંગેના વિવાદ વચ્ચે કેનેડાએ તેના નાગરિકોએ માટે એક એડવાઈઝરી જાહેર કરી હતી. તેમાં કેનેડાએ તેના દેશના લોકોને જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લેવા કહ્યું છે. કેનેડાએ તેની પાછળનું કારણ સુરક્ષાને ગણાવ્યું છે. 

અપડેટેડ એડવાઈઝરી જાહેર કરી 

ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવતાની સાથે જ અપડેટેડ એડવાઈઝરીમાં કેનેડા તરફથી જણાવાયું છે કે અમારા દેશના નાગરિકોને સુચિત કરવામાં આવે છે કે તેઓ જમ્મુ-કાશ્મીરની મુલાકાત ન લે. કેમ કે અહીં આતંકવાદ, ઉગ્રવાદ અને નાગરિક અશાંતિ તથા અપહરણનું જોખમ રહેલું છે. 

કેનેડાએ કરી મોટી કાર્યવાહી 

કેનેડાએ આ એડવાઈઝરી એવા સમયે જારી કરી હતી જ્યારે વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ નિજ્જરની હત્યા મામલે ભારતના એજન્ટોની ભૂમિકા હોવાની વાત કહી છે. સાથે જ ભારતીય રાજદ્વારીને દેશમાંથી બરતરફ કરી દીધા છે. કેનેડાની એ ઉશ્કેરણીનો ભારતે પણ સજ્જડ જવાબ આપ્યો છે અને આરોપોને વાહિયાત ગણાવ્યાં છે. સાથે જ કેનેડાના વરિષ્ઠ રાજદ્વારીને પણ બરતરફ કરી દીધા છે. 


Google NewsGoogle News