Get The App

કેનેડાએ ફરી સણસણતા આરોપ મૂક્યાં, ભારત કરે છે સાઈબર જાસૂસી, સૈન્યની વેબસાઈટ પર કર્યો હુમલો

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
કેનેડાએ ફરી સણસણતા આરોપ મૂક્યાં, ભારત કરે છે સાઈબર જાસૂસી, સૈન્યની વેબસાઈટ પર કર્યો હુમલો 1 - image


India-Canada Tension: કેનેડાની જાસૂસી એજન્સીએ ભારતને મોટી ચેતવણી આપી છે. તેનું કહેવું છે કે ભારત વિદેશમાં ખાલિસ્તાનીઓને ટ્રેક કરવા માટે સાયબર ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યું છે. એક શિખની હત્યા સહિત વાનકુવરમાં હિંસા માટે ટોચના ભારતીય અધિકારી જવાબદાર હોવાના આક્ષેપોના એક દિવસ બાદ આ ચેતવણી આપવામાં આવી છે. 

કેનેડાના ભારત પર ગંભીર આક્ષેપ

કેનેડાના કોમ્યુનિકેશન્સ સિક્યોરિટી એસ્ટાબ્લિશમેન્ટ (CSE)એ એક રિપોર્ટમાં જણાવ્યું છે કે, 'ભારત વિદેશમાં રહેતા ખાલિસ્તાનીઓને શોધી કાઢવા અને તેમની દેખરેખ રાખવા માટે સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત કેનેડાના સરકારી નેટવર્ક પર સાયબર એટેકની પણ વાત કરવામાં આવી છે.'

આ પણ વાંચો: ...તો અમેરિકાના મહત્ત્વના રાજ્યોમાં કમલાની જીત થઇ? ABCએ ભૂલથી પરિણામો જાહેર કર્યા


CSE ચીફ કેરોલિન ઝેવિયરે  જણાવ્યું હતુ કે, 'તે સ્પષ્ટ છે કે અમે ભારતને ઉભરતા સાયબર ખતરા તરીકે જોઈ રહ્યા છીએ.' રિપોર્ટ અનુસાર, એજન્સીએ આ પ્રવૃત્તિને કેનેડા અને ભારત વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તિરાડને જવાબદાર ગણાવી છે. કેનેડાના આરોપોને પગલે ભારત તરફી હેકટીવિસ્ટ જૂથે ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ ઑફ સર્વિસ (DDoS) હુમલા કર્યા હતા. આના દ્વારા ઓનલાઈન ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો હતો, જેના કારણે યુઝર્સ માટે તેનો ઉપયોગ કરવો મુશ્કેલ બન્યો હતો. જેમાં સેનાની પબ્લિક વેબસાઈટ સહિત અનેક કેનેડિયન વેબસાઈટને નિશાન બનાવવામાં આવી હતી.

કેનેડાના અધિકારીઓએ ઘટસ્ફોટ કર્યો હતો કે, ઓટ્ટાવાએ એક મોટું ઓપરેશન શોધી કાઢ્યું છે. આ અંતર્ગત મોદી સરકાર કેનેડાના ખાલિસ્તાનીઓને નિશાન બનાવી રહી છે. 

જસ્ટિન ટ્રુડોના ભારત પર ગંભીર આરોપ

આગઉ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ પત્રકાર પરિષદમાં ભારત પર આરોપ લગાવતા જણાવ્યું હતું કે, 'કેનેડાની ધરતી પર કેનેડિયન નાગરિકો સામે ગુનાહિત પ્રવૃત્તિઓમાં ભારત સરકારના એજન્ટો સામેલ છે. ભારતે આ મામલે તપાસમાં કેનેડાને સહકાર આપ્યો નથી.અમે કોઈપણ કેનેડિયન નાગરિકને ધમકાવવા અથવા મારી નાખવામાં કોઈપણ દેશની સંડોવણીને સહન કરીશું નહીં. આ કેનેડાની સાર્વભૌમત્વ અને આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે.'

આ પણ વાંચો: અમેરિકાની ચૂંટણી પહેલા ઇઝરાયેલ પર પ્રચંડ હુમલો કરવાની ઇરાન તૈયારી કરી રહ્યું છે

જો કે, ભારતે આ આરોપોને ફગાવી દીધા છે. દિલ્હી અને ઓટ્ટાવાએ આ મહિનાની શરૂઆતમાં એકબીજાના રાજદૂત અને અન્ય વરિષ્ઠ રાજદ્વારીઓને હાંકી કાઢ્યા હતા. હત્યાના સંબંધમાં ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.

ખાલિસ્તાનીઓની સ્વતંત્ર શીખ રાજ્યની માંગ 

ઉલ્લેખનીય છે કે કેનેડા શીખ સમુદાય માટે ભારતની બહાર સૌથી મોટું ઘર છે. અહીં મોટી સંખ્યામાં ખાલિસ્તાનીઓ પણ રહે છે જેઓ સ્વતંત્ર શીખ રાજ્યની માંગ કરી રહ્યા છે. કેનેડા પહેલા જ ભારત પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવી ચૂક્યું છે. નિજ્જરની વર્ષ 2023માં વેનકુવરમાં હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની ચળવળમાં તે એક મોટું નામ હતું.

કેનેડાએ ફરી સણસણતા આરોપ મૂક્યાં, ભારત કરે છે સાઈબર જાસૂસી, સૈન્યની વેબસાઈટ પર કર્યો હુમલો 2 - image


Google NewsGoogle News