Get The App

ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીને ટ્રુડો સરકારે આપી સરકારી નોકરી, કેનેડાની કબૂલાત

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ભારતના મોસ્ટ વૉન્ટેડ આતંકવાદીને ટ્રુડો સરકારે આપી સરકારી નોકરી, કેનેડાની કબૂલાત 1 - image


India-Canada Conflict: કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પર દુનિયાભરમાં છાતી પીટી રહ્યું છે. આ કાંડમાં ભારતનો હાથ હોવાનો આરોપ લગાવતો રહ્યું છે. જોકે, અત્યાર સુધી આ વાતનો પુરાવો નથી આપ્યો. વળી, કેનેડાની બોર્ડર સિક્યોરિટી એજન્સી (સીબીએસએ) માની લીધું કે, 2020માં ભારતના શૌર્ય ચક્ર વિજેતા બલવિંદર સિંહ સંધૂની હત્યાના માસ્ટરમાઇન્ડ દીપ સિંહ સિદ્ધૂ ઉર્ફે સની ટોરંટો તેમના ત્યાં સરકારી નોકરી કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ, સીબીએસએ જણાવ્યું કે, બેકગ્રાઉન્ડ ચેક દરમિયાન સનીએ કોઈપણ પ્રકારના ગુનામાં જોડાયેલા હોવાનું નકારી દીધું. તેમનું કહેવું છે કે, સની સામે અમારી પાસે કોઈ પુરાવા નથી.

ભારતે કરી પ્રત્યાર્પણની માગ

ઇન્ટેલિજેન્સ સોર્સ અનુસાર, ભારતે સત્તાવાર રીતે સનીના પ્રત્યાર્પણની માગ કરી છે. પરંતુ, સીબીએસએ (CBSA) સતત તેના બચાવમાં લાગેલું છે. કેનેડામાં એકબાજુ આતંકવાદી નિજ્જરની હત્યા પર પુરાવા વિના ભારત સામે સતત નિવેદનબાજી ચાલી રહી છે. વળી બીજી બાજું પુષ્ટિ થઈ ગઈ હોવા છતાં, કેનેડાની બોર્ડર સિક્યોરિટી એજન્સી સનીના બચાવમાં આવી રહી છે. 

આ પણ વાંચોઃ કેનેડાની પોલીસમાં પણ ખાલિસ્તાની! હિન્દુઓ પર હુમલામાં હતો સામેલ, આખરે કરાઇ કડક કાર્યવાહી

જણાવવામાં આવી રહ્યું છે કે, સની સીબીએસએનો ઘણો નજીકનો માણસ છે. તે પ્રતિબંધિત ઇન્ટરનેશનલ શીખ યુથ ફેડરેશનનો સભ્ય છે. આ જ કારણ છે કે, ભારતે તેને કેનેડાને આતંકવાદી પ્રવૃત્તિઓને વધારવાના આરોપમાં ભાગેડુની લિસ્ટમાં નાખી દીધો છે.

કેવી રીતે રચ્યું હત્યાનું કાવતરૂ?

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે, બલવિંદર સંધૂની હત્યાનું કાવતરૂં કેવી રીતે રચ્યું. સંધૂ એક શિક્ષક હતાં. તેઓને આતંકવાદ સામે લડવાની ભૂમિકા માટે શૌર્ય ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. સંધૂની હત્યાનું કાવતરૂ ખૂબ જ ફિલ્મી હતું. સનીએ પાકિસ્તાની આઈએસઆઈ હેન્ડલરને પહેલીવાર શૂટરને પોતાની જાળમાં ફસાવ્યો. શૂટર ગુરજીત સિંહ એક સગીર છોકરીના પ્રેમમાં પાગલ હતો. છોકરીને આ મામલે ફસાવી તેણે ગુરજીતને સંધૂને હત્યા માટે બ્લેકમેલ કર્યો.

આ પણ વાંચોઃ ખાલિસ્તાની હુમલા બાદ કેનેડાના હિન્દુઓમાં ભારે આક્રોશ: રસ્તા પર ઉતરી ભીડ, મંદિરની બહાર શક્તિ-પ્રદર્શન

ખાલિસ્તાન લિબરેશન ફોર્સ (KLF)ના પૂર્વ પ્રમુખ હરમીત સિંહ ઉર્ફે હેપ્પી પીએચડીની અમેરિકામાં રહેતી વિધવા ગરુજોત કૌર આઈએસઆઈના ચેસબોર્ડનુ એક પ્યાદુ હતી. આઈએસઆઈએ સંધૂની હત્યાના બદલામાં ગુરજોત અને તેના કેદ સાથીઓ સુખદીપ સિંહ અને ઈન્દ્રજીત સિંહને કેનેડમાં પૈસા અને આશ્રય આપવાનું વચન આપ્યું હતું. 2020માં દુબઈ સ્થિત ગેંગસ્ટર સુખ ભિખારીવાલ અને સનીને સંધૂની હત્યાને અંજામ આપવાનું કામ સોંપ્યું હતું. તેઓએ આઈએસઆઈના ઓપરેટિવ અને ખાલિસ્તાન સમર્થક આતંકવાદી લખબીર સિંહ રોડેના ઈશારા પર કામ કર્યું, જેની ગત વર્ષે પાકિસ્તાનમાં મોત થઈ ગઈ હતી. સનીએ ગુરજોતના માધ્યમથી આઈએસઆઈના કામને અંજામ આપ્યો. 

કાળા કપડાંમાં આવ્યાં હત્યારા

સંધૂના ઘરની રેકી સની કરી રહ્યો હતો. પરંતુ, ભાડાના શૂટરે 16 ઓક્ટોબરે ગુરજીત અને તેના સાથી માથાથી પગ સુધી કાડા કપડાં પહેરી ભિખીવિંડમાં સંધૂના ઘરે (જેમાં તેઓ સ્કૂલ પણ ચલાવતા હતાં) પહોંચ્યાં. ફરોઝપુર જેલમાં બંધ ગેંગસ્ટર રવિન્દર સિંહ ઉર્ફે જ્ઞાની અને સુખરાજ સુક્ખાએ તે દિવસે શૂટરોને ટાર્ગેટ આપ્યા હતાં. જ્યારે શૂટરોએ સંધૂનો દરવાજો ખખડાવ્યો, તો તેમને લાગ્યું કે દૂધવાળો છે. તેઓએ દરવાજો ખોલ્યો એવું તુરંત જ શૂટર અંદર ઘૂસી ગયાં અને સંધૂને ગોળી મારી દીધી. ગોળી વાગતા સંધૂની ઘટના સ્થળે જ મોત થઈ ગઈ હતી. આ પહેલાં સંધૂ પહર 16 વાર જીવલેણ હુમલા થઈ ચુક્યા હતાં.


Google NewsGoogle News