Get The App

શું ઈલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે? ટ્રમ્પે કહ્યું ક્યારેય નહીં, સાથે કારણ પણ જણાવ્યું

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
શું ઈલોન મસ્ક અમેરિકાના રાષ્ટ્રપતિ બની શકે? ટ્રમ્પે કહ્યું ક્યારેય નહીં, સાથે કારણ પણ જણાવ્યું 1 - image


Image: Facebook

Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે સંકેત આપ્યો કે તે થોડા દિવસો માટે સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટિકટોકને બેન કરવાના પક્ષમાં નથી. ફીનિક્સમાં સમર્થકોની ભીડની સામે ટ્રમ્પે કહ્યું, 'મને લાગે છે કે આપણે વિચારવાનું શરૂ કરવું પડશે કેમ કે તમે જાણો છો, ચૂંટણીના સમયે આપણે ટિકટોક પર ગયા હતા અને અમને અબજો વ્યૂઝ સાથે શાનદાર પ્રતિક્રિયા મળી.'

જોકે, અમેરિકી સીનેટે એપ્રિલમાં એક કાયદો પસાર કર્યો હતો, જેમાં રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓનો હવાલો આપતાં ટિકટોકની ચીની મૂળ કંપની બાઈટડાન્સ પર સવાલ ઉઠાવ્યા હતા. ટિકટોકના માલિકોએ કાયદાને રદ કરવાની માગ કરી છે અને અમેરિકી સુપ્રીમ કોર્ટ મામલાની સુનાવણી માટે સંમત થઈ ગયા છે પરંતુ જો કોર્ટ બાઈટડાન્સના પક્ષમાં નિર્ણય નહીં સંભળાવે તો ટ્રમ્પના પદ સંભાળવાથી એક દિવસ પહેલા 19 જાન્યુઆરીએ સંયુક્ત રાજ્ય અમેરિકામાં એપને પ્રભાવી રીતે પ્રતિબંધિત કરવામાં આવી શકે છે. અમેરિકી ન્યાય વિભાગે તર્ક આપ્યો કે ટિકટોક પર ચીની નિયંત્રણ રાષ્ટ્રીય સુરક્ષા માટે નિરંતર જોખમ છે. ટિકટોકનું કહેવું છે કે ન્યાય વિભાગે ચીનની સાથે સોશિયલ મીડિયા એપના સંબંધોને ખોટી રીતે રજૂ કર્યા છે.

શું ઈલોન મસ્ક રાષ્ટ્રપતિ બનશે?

શું આગામી ટ્રમ્પ તંત્રમાં મહત્વના પદ પર બેસનાર ઈલોન મસ્ક એક દિવસ રાષ્ટ્રપતિ બની શકે છે? રવિવારે ડોનાલ્ડ ટ્રમ્પે આની પર જવાબ આપ્યો. ટ્રમ્પે એરિજોનાના ફીનિક્સમાં એક રિપબ્લિકન સંમેલનમાં કહ્યું, 'હું તમને એ જણાવી શકું છું કે તે રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યાં નથી. તમે જાણો છો કો તે શા માટે શક્ય નથી? તે આ દેશમાં જન્મ્યા નથી. ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સ બોસ વિશે કહ્યું, તે દક્ષિણ આફ્રિકામાં જન્મ્યા હતા. અમેરિકી બંધારણ અનુસાર રાષ્ટ્રપતિનો જન્મજાત અમેરિકી નાગરિક હોવું જરૂરી છે.'

આ પણ વાંચો: હોસ્પિટલની ઈમારતમાં ઘૂસ્યું હેલિકોપ્ટર, તૂર્કીયેમાં સર્જાયેલી મોટી દુર્ઘટનામાં 4 લોકોએ ગુમાવ્યાં જીવ

સીરિયાના વિદ્રોહી હવે સૈનિક બનશે

સીરિયામાં સત્તા પર કબ્જો કરવાના બે અઠવાડિયા બાદ નવા નેતા અહમદ અલ-શરાએ રવિવારે કહ્યું કે દેશના તમામ હથિયાર (જેમાં કુર્દ નેતૃત્વવાળા દળોના કબ્જાવાળા હથિયાર પણ સામેલ છે) સરકારના નિયંત્રણમાં આવશે. શરાએ લેબનાની ડ્રૂજ નેતાઓની સાથે પહેલા બેઠક બાદ તુર્કિયેના વિદેશ મંત્રી હકન ફિદાનની સાથે વાત કરી અને પાડોશી દેશમાં 'નકારાત્મક હસ્તક્ષેપ' સમાપ્ત કરવાનો સંકલ્પ લીધો. અંકારા સમર્થિત વિદ્રોહીઓએ શરાના ઈસ્લામી જૂથ હયાત તહરીર અલ-શામ (એચટીએસ) નું સમર્થન કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. ફિદાનની સાથે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શરાએ કહ્યું કે સીરિયાના સશસ્ત્ર જૂથ હવે સેનામાં સામેલ થશે. તેમણે કુર્દ નેતૃત્વ વાળા સીરિયન ડેમોક્રેટિક ફોર્સેજનો ઉલ્લેખ કરતાં કહ્યું કે અમે દેશમાં રાજ્ય નિયંત્રણથી બહાર હથિયાર જવા દઈશું નહીં, ભલે તે ક્રાંતિકારી જૂથથી હોય કે એસડીએફ વિસ્તારમાં હાજર જૂથોથી. 

પુતિને નાટોને તોડ્યું

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને રવિવારે ક્રેમલિનમાં સ્લોવાકના વડાપ્રધાન રોબર્ટ ફિકોની સાથે ચર્ચા કરી. અધિકારીઓએ કહ્યું કે તેમણે ડ્રોન હુમલાને લઈને યુક્રેન વિરુદ્ધ આકરા બદલાની ચેતવણી આપી. ફિકો તે અમુક યુરોપીય નેતાઓ પૈકીનું એક છે. જેની સાથે પુતિન 2022માં યુક્રેનની સાથે દુશ્મનાવટ બાદ પણ મિત્રવત રહ્યાં છે. ક્રેમલિનના આંતરિક સૂત્ર રશિયન ટીવી પત્રકાર પાવેલ જરુબિને એક નાનો વીડિયો પોસ્ટ કર્યો, જેમાં બંને નેતા હસતાં અને હાથ મિલાવતાં નજર આવી રહ્યાં છે. ફિકોના દેશ નાટો અને યુરોપીય સંઘના સભ્ય છે. ફિકોની યાત્રાની જાહેરાત પહેલા કરવામાં આવી નહોતી. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જરુબિનને જણાવ્યું કે તેની વ્યવસ્થા થોડા દિવસ પહેલા કરવામાં આવી હતી. પેસ્કોવે ચર્ચા પહેલા કહ્યું કે એ અનુમાન લગાવી શકાય છે કે રશિયન ગેસ પુરવઠા પર ચર્ચા થશે. બાદમાં પેસ્કોવે કહ્યું કે બેઠક સમાપ્ત થઈ ગઈ છે અને બંને નેતા કોઈ ટિપ્પણી કરશે નહીં. યુક્રેને કહ્યું કે તે પોતાના વિસ્તારના માધ્યમથી રશિયન ગેસ જવાની પરવાનગી આપવાના કોન્ટ્રાક્ટ રિન્યુ કરશે નહીં, જે 31 ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે. ફિકોએ ઓક્ટોબર 2023માં ફરીથી વડાપ્રધાન બનવા પર યુક્રેનને સૈન્ય સહાયતા સમાપ્ત કરી દીધી અને હંગરીના સમકક્ષ વિક્ટર ઓરબાનની જેમ તેમણે શાંતિ વાર્તાનું આહ્વાન કર્યું છે.

યુક્રેન પર રશિયાની મજબૂત પકડ

રશિયાએ યુક્રેનના વધુ બે ગામ પર કબ્જો કરી લીધો છે. રશિયન રક્ષા મંત્રાલયે રવિવારે કહ્યું કે રશિયન દળોએ યુક્રેનના બે ગામ, પૂર્વોત્તરના ખારકીવ વિસ્તારના એક ગામ અને પૂર્વ દોનેત્સ્ક વિસ્તારના એક ગામ પર કબ્જો કરી દીધો છે. દોનેત્સ્કને મોસ્કો પોતાનો વિસ્તાર જણાવે છે. રશિયન સેના, દોનેત્સ્ક વિસ્તારમાં સતત આગળ વધી રહી છે. રક્ષા મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું કે સૈનિકોએ તાજેતરના અઠવાડિયામાં રશિયન દબાણમાં દોનેત્સ્ક વિસ્તારના ઉત્તરમાં કુપિયાંસ્ક શહેર નજીક લોજોવા પર નિયંત્રણ કરી લીધું હતું. કુરાખોવના ઉત્તરમાં સોંત્સિવકા ગામ પર પણ કબ્જો કરી લીધો હતો. મંત્રાલયે શનિવારે કુરાખોવ નજીક એક વધુ ગામ, કોસ્ટિયંતિનોપોલસ્કે પર પણ કબ્જો કરવાની જાહેરાત કરી હતી. યુક્રેનની સેનાના જનકલ સ્ટાફે તે ગામનો કોઈ ઉલ્લેખ કર્યો નથી જે રશિયાના કબ્જામાં જતા રહ્યાં છે પરંતુ કહ્યું કે સોંત્સિવકામાં ગત 24 કલાકમાં રશિયાએ 26 હુમલા કર્યા છે. જનરલ સ્ટાફે પોક્રોવ્સ્કની પાસે ભારે લડતની પણ માહિતી આપી.


Google NewsGoogle News