ફેરિસ વ્હીલ પર ચઢીને એક વ્યક્તિએ આપી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

Updated: Oct 12th, 2023


Google NewsGoogle News
ફેરિસ વ્હીલ પર ચઢીને એક વ્યક્તિએ આપી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી 1 - image


નવી દિલ્હી,તા. 12 ઓક્ટોબર 2023 ગુરુવાર 

કેલિફોર્નિયામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સાન્ટા મોનિકાના પેસિફિક પાર્કમાં એક વ્યક્તિ તેની બેગ લઈને ફેરિસ વ્હીલ પર ચઢી ગયો અને એક કલાકથી વધુ સમય સુધી ત્યાં લટકતો રહ્યો.

મળતી માહિતી પ્રમાણે આ ઘટના બાદ પોલીસની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. વ્યક્તિએ દાવો કર્યો કે, તેની બેગમાં બોમ્બ હતો. બોમ્બના સમાચાર ફેલાતા જ લોકોમાં અરાજકતા ફેલાઇ ગઇ. સૂરક્ષાને ધ્યાનમાં લઇને ઝૂલો તરત જ બંધ કરી દેવામાં આવ્યો અને તેમાં હાજર લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા.

જે સમયે આ સમગ્ર ઘટના બની તે સમયે 10 જેટલા લોકો ફેરિસ વ્હીલ પર ઝૂલી રહ્યા હતા. સ્વિંગ પર બેઠેલા વ્યક્તિની ઓળખ 37 વર્ષીય જુઆન ગોન્ઝાલેઝ તરીકે થઈ છે. ઘણા લોકોએ તેને નીચે ઉતરવા માટે અપીલ કરી, પરંતુ તે માન્યા નહીં અને એક કલાક સુધી બધાને હેરાન કરતા રહ્યા. આ વ્યક્તિએ 1 કલાક સુધી બોમ્બની અનેક ધમકીઓ આપી હતી.

જેવી વ્યક્તિએ બોમ્બ હોવાનો દાવો કર્યો કે તરત જ જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર સાન્ટા મોનિકા પિયર અને પાર્કને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો. આ ઘટના બાદ પોલીસ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી સાંતા મોનિકા પિયર બંધ કરી દેવામાં આવ્યું છે.

જો કે, બાદમાં તેને કાયદાના અમલીકરણ દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ ખબર પડી કે, તે જે બેગમાં બોમ્બ હોવાનો દાવો કરી રહ્યો હતો તેમાં કોઇ બોમ્બ કે હથિયાર નહોતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વ્યક્તિ પર ખોટી ધમકીઓ આપવા, અધિકારીઓને ડરાવવા અને ધરપકડનો પ્રતિકાર કરવા સહિત અનેક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.


Google NewsGoogle News