કેલિફોર્નિયામાં દાવાનળ લગાડનારને કોર્ટમાં હાજર કરાયો 3,70,000 એકરમાં જંગલ બળી ગયું : હજ્જારોને બહાર કઢાયા
- આ આગથી જંગલમાં આવેલાં મકાનો પણ ભસ્મીભૂત સેંકડો પ્રાણીઓ અને પશુઓને બહાર કાઢવામાં આવ્યાં
સાનફ્રાન્સીકો : અમેરિકાનાં પેસિફિક તટે રહેલાં પશ્ચિમના રાજ્ય કેલિફોર્નિયાંમાં વ્યાપક વડવાનલ ફેલાઈ જતાં ૩,૭૦,૦૦૦ એકરમાં અસંખ્ય વૃક્ષો બળીને કોલસો થઇ ગયાં છે, આ આગ કૈં કુદરતી નથી માનવ સર્જિત છે.
આખરે એફબીઆઈ અને રાજ્ય પોલીસ દળે ગઇકાલે (સોમવારે) રોની સ્ટાઉટ નામના શખ્સને પકડી પાડયો હતો અને તેને કોર્ટમાં રજૂ કર્યો હતો.
આ રોની સ્ટાઉટે તેની સળગતી મોટર જ જંગલમાં અંદરની બાજુએ ધક્કેલી દઇ પોતે તુર્ત જ બહાર નીકળી ગયો હતો. મોટરની નંબર પ્લેટ ઉપરથી પોલીસે રોની સ્ટાઉટને પકડી પાડયો હતો. તેણે આવું અધમ કૃત્ય શા માટે કર્યું હશે તે પ્રશ્ન હજી અનુત્તર રહે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે કોઈ ઊંડા ઘેરી હતાશાએ તેનાં માનસમાં વિકૃતિ લાવી દીધી હશે. નહીં તો કોઈ પણ વ્યક્તિ પોતાની મોટર સળગાવી જંગલમાં વચ્ચે નાખી વડવાનલ જગાવે નહીં.
આ આગ લગાડનાર રોની સ્ટાઉટને બટ્ટ કાઉન્ટીના જજ ક્રીસ્ટેન લ્યુસેનાએ જામીન આપવાનો ઇનકાર કરતાં તેને કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.
આ માર્કફાયર સ્કેટીમેન્ટો શહેરથી ૧૦૦ માઇલ ઉત્તરે લાગી હતી. તેમણે આ કાઉન્ટી (જિલ્લાઓ) આવરી લીધા હતા.
આ આગને લીધે ૧૦૯ મકાનો ભસ્મીભૂત થયાં હતાં. આગ એટલી વ્યાપક છે કે હજુ સુધીમાં લાઈબંબાવાળાઓ માત્ર ૧૨ ટકા જેટલા વિસ્તારમાં જ આગ ઉપર કાબુ મેળવી શક્યા છે. અધિકારીઓને જંગલ વિસ્તારમાં ૮ હજાર રહેવાસીઓને બહાર કાઢ્યા છે. તેથી આગને લીધે કોઈ જાનહાની થઇ નથી.
આ આગમાંથી કૂતરાઓ સહિત પશુઓને પ્રાણીઓને પણ બચાવી લેવાની કામગીરી હાથ ધરાઈ રહી છે. તેમાં કૂતરાઓ તો ઝડપભેર આગવાળા વિસ્તારમાંથી બહાર નીકળી ગયા હતા તે માટે નોર્થ વેલી અનિરલ ડીજાસ્ટર ગુ્રપ (સ્થાનિક જીવદયા) સંસ્થાઓએ પણ પોલીસને ઘણી સહાય કરી હતી. તેણે ૬૦ મોટાં પશુઓને પણ બચાવી લીધાં છે અનેક ઘેટાં બકરાંને પણ બચાવી લીધાં છે. તેમાં મોટાં પશુમાં ગાયો અને ઘોડા સમાવિષ્ટ છે. તેમ એનબીસી જણાવે છે.