Get The App

લદ્દાખમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી પ્રવાસીઓ ભરેલી બસ, 6ના મોત, 27ને ઈજા

Updated: Aug 22nd, 2024


Google NewsGoogle News
લદ્દાખમાં 200 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી પ્રવાસીઓ ભરેલી બસ, 6ના મોત, 27ને ઈજા 1 - image
Image Twitter 

Ladakh Bus Accident: કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. લેહથી પૂર્વ લદ્દાખ તરફ જઈ રહેલી બસ 200 મીટર ઊંડી ખીણમાં ખાબકી હતી. જ્યાં ડરબુક પાસે બસ ખાઇમાં પડતાં 6 લોકોના મોત થયા હતા. જ્યારે આ અકસ્માતમાં 27થી વધુ લોકોને ગંભીર ઈજાઓ થવા પામી છે.

આ પણ વાંચો : - 'ભારત પર પરમાણુ બોમ્બ ઝીંકીશ...', બ્રિટનના યુટ્યુબરે ધમકી આપતાં સોશિયલ મીડિયા પર થયો ટ્રોલ


બસમાં લગભગ 25 મુસાફરો યાત્રા કરી રહ્યા હતા

આ અંગે મળતી માહિતી પ્રમાણે, જ્યારે બસને અકસ્માત થયો હતો ત્યારે બસમાં ડ્રાઇવર સહિત 33 મુસાફરો સવાર હતા અને આ બસ લેહના લેમડન સ્કૂલની હતી અને લેહથી ડરબુક તરફ જઈ રહી હતી. જ્યાં આ બસ ડરબુક પહોંચતા પહેલા જ અકસ્માતનો ભોગ બની હતી. ઘાયલોને જિલ્લા હૉસ્પિટલ એસએનએમ લેહમાં દાખલ કરવામાં આવ્યા છે. જો કે તેમાંથી કેટલાક લોકોની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. 

પોલીસની ટીમ રાહત કાર્યમાં લાગી:  ડીસી સંતોષ સુકદેવા

આ અંગે લેહના કમિશ્નર સંતોષ સુકદેવાએ જણાવ્યું કે, મુસાફરોથી ભરેલી બસ લેહથી પૂર્વ લદ્દાખ તરફ જઈ રહી હતી. તે દરમિયાન આ બસ અકસ્માતનો ભોગ બની હતી. હાલમાં પોલીસ વિભાગની ટીમ રાહત કાર્યમાં જોડાઈ ગઈ છે. ઈજાગ્રસ્તોને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં તબીબોની ટીમ સારવાર આપી રહી છે.


Google NewsGoogle News