Get The App

નેપાળમાં 40 યાત્રિકોને લઈ જતી બસ નદીમાં પડી : 14 ભારતીયોનાં મૃત્યુ, 17 ઘાયલ

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
નેપાળમાં 40 યાત્રિકોને લઈ જતી બસ નદીમાં પડી : 14 ભારતીયોનાં મૃત્યુ, 17 ઘાયલ 1 - image


- આ ભારતીય યાત્રી બસ, પોખરાથી કાઠમંડુ જતા મર્સિયાગડી નદીમાં પડી : સેના બચાવ કાર્યમાં લાગી છે

કાઠમંડુ : નેપાળ : ભગવાન પશુપતિ નાથનું આરાધક રાજ્ય. તેમજ ભગવાન બુદ્ધની જન્મભૂમિમાં, સૌથી વધુ યાત્રિકો ભારતમાંથી જ જાય છે. તેઓને તથા ભારતીય યાત્રીઓને લઈ જતી બસોને માત્ર સરહદી ચોકીએથી પરમિટ જ મળે તે પુરતું છે. ભારત- નેપાળ વચ્ચે સદીઓથી વ્યાપાર-વિનિમય તેમજ નાગરિકોની નિર્બંધ યાતા-યાત ચાલે જ છે.

નેપાળના પોખરાથી કાઠમંડુ જઈ રહેલી ૪૦ યાત્રિકો સાથેની બસ માર્સયાગડી નદીમાં પડી જતાં યાત્રિકો પૈકી ૧૪ ભારતીય નાગરિકોના નિધન થયા હતા. ૧૭ને ભારે ઇજાઓ થઈ હતી. આ સમાચાર જાણી નેપાળની સેનાએ તુર્ત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં નોંધાયેલ એફ.ટી.૭૬૨૩ નંબરવાળી બસ નદીમાં પડી જતાં આ દુર્ઘટના બની હતી. નેપાળના સૈનિકોએ ૧૬ જણને તો સુરક્ષિત બહાર કાઢયા હતા. આ ભારતીયો મઝેરી રીઝોર્ટમાં રહ્યા હતા. તેઓને લઈ બસ કાઠમંડુ જઈ રહી હતી.

નેપાળના સશસ્ત્ર પોલીસ દળના પ્રવકતા કુમાર ન્યૂયમે આ દુર્ઘટનાને પુષ્ટિ આપતાં કહ્યું હતું કે, દુર્ઘટના સ્થળેથી ૧૪ શબ તો બહાર કાઢવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૬ ઘાયલ લોકોને પણ બચાવી શકાયા છે. તેઓએ ભીતિ દર્શાવી હતી કે હજી મૃત્યુ આંક વધવા સંભવ છે. બસ અત્યારે તો તે નદીના કિનારે પડી છે.


Google NewsGoogle News