Get The App

ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોનાં મોત, પાકિસ્તાનમાં મચી અફરાતફરી

Updated: May 3rd, 2024


Google NewsGoogle News
ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોનાં મોત, પાકિસ્તાનમાં મચી અફરાતફરી 1 - image

Image : Twitter



Pakistan Bus Accident News | ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં આજે એક બસ પર્વતીય વિસ્તારમાંથી લપસીને ખીણમાં ખાબકી હતી. જેમાં ઓછામાં ઓછા 20 લોકો મૃત્યુ પામી ગયા. એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના ડાયમેર જિલ્લાના કારાકોરમ હાઈવે પર બની હતી. 

કેવી રીતે સર્જાયો અકસ્માત 

આ બસ રાવલપિંડીથી હુંજા જતી હતી. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલાક મુસાફરો સવાર હતા. ઘટનામાં ઘાયલ થયેલા ઓછામાં ઓછા 15 લોકોને ચિલાસની એક હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ગુલબાર ખાને શોક વ્યક્ત કર્યો 

અધિકારીઓએ જણાવ્યું કે બચાવ અભિયાન હાથ ધરાયું છે અને શબને નજીકની હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલના એક સૂત્રએ કહ્યું કે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ઘાયલોમાં અનેકની હાલત ગંભીર છે. ગિલગિટ બાલ્ટિસ્તાનના સીએમ હાજી ગુલબાર ખાને આ ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો. 

ડ્રાઈવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી, 20 લોકોનાં મોત, પાકિસ્તાનમાં મચી અફરાતફરી 2 - image


Google NewsGoogle News