'પોતાની પત્નીની સાડીઓ સળગાવી દો' બાંગ્લાદેશમાં ઇન્ડિયા આઉટ અભિયાન પર શેખ હસીનાનો વાર

વિપક્ષી પાર્ટી બાગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવે છે

નેતાએ કાશ્મીરી સોલ રોડ ફેંકીને ઇન્ડિયા આઉટ અભિયાનનું સમર્થન કર્યુ હતું.

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
'પોતાની પત્નીની સાડીઓ સળગાવી દો' બાંગ્લાદેશમાં  ઇન્ડિયા આઉટ અભિયાન પર શેખ હસીનાનો વાર 1 - image


ઢાંકા,૨ એપ્રિલ,૨૦૨૪,મંગળવાર 

બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવી રહેલા વિપક્ષી સાંસદોની સખત શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. કેટલાક લોકો બાંગ્લાદેશમાં ભારતીય ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની વાત કરી રહયા છે. પહેલા અમને વિપક્ષીનેતાઓ)એ જણાવવું જોઇએ કે તેમની પત્ની પાસે ભારતીય ઉત્પાદનની કેટલી સાડીઓ છે ? 

ભારતના ઉત્પાદનોનો વિરોધ કરવો હોયતો એ સાડીઓ પણ સળગાવી દો. શેખ હસીનાએ પોતાની પાર્ટી અવામી લીગની બેઠકને સંબોધિત કરતા વિપક્ષી પાર્ટી બાગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (બીએનપી)ના નેતાઓ કટાક્ષ કર્યો હતો. શેખ હસીનાએ ઉમેર્યુ હતું કે ભારતથી આવતા લસણ,ડુંગળી, આદુ અને ગરમ મસાલાઓનો પણ વિપક્ષીઓના ઘરના રસોડામાં ઉપયોગ થાય છે. 


'પોતાની પત્નીની સાડીઓ સળગાવી દો' બાંગ્લાદેશમાં  ઇન્ડિયા આઉટ અભિયાન પર શેખ હસીનાનો વાર 2 - image

તેમ છતાં તેઓ ઇન્ડિયા આઉટ અભિયાન ચલાવી રહયા છે. ધ ડેલી સ્ટારના એક અહેવાલ અનુસાર બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ખાસ તો બીએનપી નેતા રાહુલ કબીર રિઝવી દ્વારા ભારતીય ઉત્પાદનોના પ્રતિકાત્મક વિરોધથી ગુસ્સે ભરાયા હતા. રાહુલ કબીરે કાશ્મીરી સોલ રોડ ફેંકીને ઇન્ડિયા આઉટ અભિયાનનું સમર્થન કર્યુ હતું.



Google NewsGoogle News