Get The App

દરિયામાં દાદાગીરી, ચીનના યુધ્ધ જહાજના કારણે ઓસ્ટ્રેલિયન નેવીના ડાઈવર્સ ઈજાગ્રસ્ત

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
દરિયામાં દાદાગીરી, ચીનના યુધ્ધ જહાજના કારણે ઓસ્ટ્રેલિયન નેવીના ડાઈવર્સ ઈજાગ્રસ્ત 1 - image


Image Source: Twitter

સિડની, તા. 18. નવેમ્બર. 2023 શનિવાર

દરિયામાં ચીનની દાદાગીરીનો અનુભવ ફિલિપાઈન્સ બાદ હવે ઓસ્ટ્રેલિયાને પણ થયો છે.

મળતી વિગતો પ્રમાણે ઓસ્ટ્રેલિયાની નેવીનુ યુધ્ધ જહાજ HMAS ટુવુમ્બા યુએનના પ્રતિબંધોને લાગુ કરવા માટેના મિશનના ભાગરુપે જાપાન પાસે ઈન્ટરનેશનલ વોટરમાં ફરજ પર હતુ.ઓસ્ટ્રેલિયાના જહાજના ડાઈવર્સ જહાજના પ્રોપેલર પર વિંટળાઈ ગયેલી માછલી પકડવાની જાળ દુર કરવા માટે ઉતર્યા હતા.

આ દરમિયાન આ જ જળ વિસ્તારમાં કાર્યરત ચીનના યુધ્ધ જહાજે પોતાની સોનાર સિસ્ટમને શરુ કરી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાના કેહવા પ્રમાણે ઓસ્ટ્રેલિયાઈ જહાજને પણ ચીનના જહાજની હાજરીની ખબર હતી અને HMAS ટુવુમ્બા તરફથી ચીનના જહાજને ઓસ્ટ્રેલિયાના ડાઈવર્સ દરિયામાં કામ કરી રહ્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી.

આમ છતા ચીનનુ યુધ્ધ જહાજ નજીક આવી ગયુ હતુ અને તેણે ઓસ્ટ્રેલિયાના જહાજની જાસૂસી કરવા માટે પોતાની સોનાર સિસ્ટમને કાર્યરત કરી દીધી હતી.જેના કારણે ઓસ્ટ્રેલિયન નેવીના ડાઈવર્સ માટે ખતરો સર્જાયો હતો.તેમને કામગીરી છોડીને પાણીમાંથી બહાર આવી જવુ  પડ્યુ હતુ.

મીડિયા રિપોર્ટ પ્રમાણે સોનાર સિસ્ટમના વેવ્સના કારણે ડાઈવર્સને કાનમાં ઈજા પહોંચી છે.આ બાબતે ઓસ્ટ્રેલિયાની સરકારે ચીનની સરકાર સમક્ષ ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી છે.ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે ચીનના યુધ્ધ જહાજનુ વલણ તદ્દન બેજવાબદાર હતુ.અમારા જહાજો આ વિસ્તારમાં દાયકાઓથી કાર્યરત છે અને ઈન્ટરનેશનલ કાયદો અમને આ વિસ્તારમાં કામ કરવાની છુટ આપે છે.

મળતી વિગતો પ્રમાણે HMAS ટુવુમ્બા આ ઘટના બની ત્યારે જાપાન તરફના બંદર પર જઈ રહ્યુ હતુ.

બંને દેશો વચ્ચે ટકરાવની ઘટના બની તેના થોડા દિવસ પહેલા જ ચીન સાથે તનાવ ઓછો કરવા માટે ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થની અલ્બેનીઝ ચીનની યાત્રા પણ કરી ચુકયા છે.


Google NewsGoogle News