બજેટ, ડેટ : ટ્રમ્પના ભાવિ વિત્ત મંત્રી સામેના પડકારો : કેટલાંક પ્રશ્નો તત્કાળ હાથ ધરવા પડશે
- ગ્લોબલ-ટ્રેડ-વૉરમાંથી બચવું પડશે, આયાત કર વધારવો પડશે અન્ય ટેક્સ પણ વધારવા પડે : અત્યારે જાહેર દેવું લગભગ જીડીપી જેટલું છે
વૉશિંગ્ટન : ડોનાલ્ડ ટ્રમ્પે પસંદ કરેલા વિત્તમંત્રી સ્કોટ બેસ્સેન્ટ સમક્ષ સીધાં ચઢાણ રહેલાં છે. તેઓ તેમનો પદભાર સંભાળશે તે પછી તેઓને સમક્ષ બે વિરોધાભાસી પરિબળો આવીને ઊભાં રહેશે. એક તરફ તેઓએ તેમના નેતા ડૉનાલ્ડ ટ્રમ્પનાં આર્થિક દ્રષ્ટિકોણને અનુસરવો પડશે, તો બીજી તરફ અમેરિકાના સકલ ઘરેલું ઉત્પાદન (જીડીપી) સુધી લગભગ પહોંચી ગયેલાં દેશનાં દેવાંની ગૂંચમાંથી માર્ગ શોધવો પડશે.
હેજ ફંડના સફળ મેનેજર સ્કોટ બેસ્સેન્ટ સમક્ષ પહેલો પડકાર તો તે હશે કે વૈશ્વિક વ્યાપાર યુદ્ધ નિવારવા સાથે આર્થિક રક્ષણાત્મક નીતિને કઈ રીતે અમલી કરવી. બીજી તરફ ડૉનાલ્ડ ટ્રમ્પે તો કહી જ દીધું છે કે, તેઓ દરેક આયાતી ચીજો ઉપર ઓછામાં ઓછો ૧૦ ટકાનો આયાત કર તો લાદશે જ અને ચીન ઉપર તો ઘણો મોટો (સંભવત: ૬૦ ટકા જેટલો) આયાત કર લાદશે. સંભવ તે પણ છે કે અન્ય દેશો વિશેષત: ચીન તે સામે તેટલાં જ કઠોર પગલાં લે, આ સાથે વ્યાપાર યુદ્ધ જ શરૂ થઈ જવા સંભવ છે. જોવાનું તે રહે છે કે ચીન કેવા પ્રતિભાવો આપે છે. આમ કહેતાં ઇ.વાય.ના ચીફ ઈકોનોમિસ્ટ ગ્રેગરી ડેકોએ કહ્યું હતું કે, ટ્રમ્પના ટ્રેઝરી સેક્રેટરી (વિત્તમંત્રી) એવી વ્યાપાર નીતિ ઘડવી પડશે કે જેમાં અમેરિકાના વ્યાપારી ભાગીદારો સાથે મંત્રણા કરી દેશની ઇકોનોમીને થતું નુકસાન બચાવવું રહ્યું સાથે ફુગાવો પણ ન વધે તે જોવું પડશે.
ડેટ સીલીંગ વધારવાની જાણ સાથે ટ્રમ્પ વહીવટીતંત્રે તે સીલીંગ વધારી બાકી લેણાં બિલ ચુકવવાં પડે તો બીજી તરફ તેથી ફુગાવો વધવા સંભવ છે.
વાસ્તવમાં ડેટ-સિલિંગ અંગેની પરવાનગી (કોંગ્રેસે આપેલી પરવાનગી) જાન્યુઆરીમાં પૂરી થાય છે. તેવે વખતે વિદાય લેતા વિત્ત મંત્રીએ તનતોડ પ્રયત્નો કરી દેશ ડીફોલ્ટર ન થાય તે જોવું પડશે. તે સાથે ટેક્સ કટની વાત વિચારણા માગી લે છે. કારણ કે અત્યારે અમેરિકા ઉપર જાહેર દેવું ૨૮.૬ ટ્રિલિયન ડૉલર્સનું છે. જે તેનાં એકંદર ઘરેલું ઉત્પાદન (જીડીપી)ની નજીક સુધી પહોંચી ગયું છે, અને કાબુમાં ન આવે તેટલી ઝડપે વધી રહ્યું છે.
આ સંયોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પના નવા વિત્તમંત્રીને ખરા અર્થમાં સીધાં ચઢાણ ચઢવાનો છે. એક તરફ આયાત કર વધતા ચીજ-વસ્તુઓના ભાવ વધે સાથે ફુગાવો વધે. બીજી તરફ વ્યાપાર-ખાદ્ય પણ ઘટાડવી પડે આમ બંને વચ્ચે બે સેન્ટને સમતુલન કરવું પડશે. સાથે આર્થિક ગૂંચ ઉકેલવા કેટલાંક પ્રશ્નો જેવાં કે આંતરિક કરવેરાનો ઘટાડો અને સાથે આયાત કરનો વધારો તે બંને મુદ્દાઓ તો નવા વિત્તમંત્રીને તત્કાળ હાથ ધરવા પડશે.