બર્બરતાનો VIDEO : હમાસ આતંકીઓની વધુ એક ક્રૂરતા આવી સામે, બંધ ટોયલેટ પર વરસાવી ગોળીઓ

Updated: Oct 14th, 2023


Google NewsGoogle News
બર્બરતાનો VIDEO : હમાસ આતંકીઓની વધુ એક ક્રૂરતા આવી સામે, બંધ ટોયલેટ પર વરસાવી ગોળીઓ 1 - image

Image Source: Twitter

-  નોવા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન હમાસના આતંકવાદીઓએ ટોયલેટમાં ગોળીઓ વરસાવી હતી

નવી દિલ્હી, તા. 14 ઓક્ટોબર 2023, શનિવાર

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ વચ્ચે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ વીડિયો 7 ઓક્ટોબરનો છે.  આ એ જ દિવસ છે જે દિવસે ગાઝા બોર્ડરની નજીક મ્યૂઝિક ફેસ્ટિવલ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં હમાસ આતંકવાદીઓ ટોયલેટ પર ગોળીઓ વરસાવતા નજર આવી રહ્યા છે. આ ગોળીઓ એટલી બર્બરતાથી વરસાવવામાં આવી રહી છે કે, એક-એક ટોયલેટ પર એક રાઉન્ડ ગોળી ચલાવવામાં આવી રહી છે. ત્યારબાદ આ આતંકવાદીઓ એ જોયા વગર ત્યાંથી ચાલ્યા જાય છે કે, ટોયલેટમાં કોઈ હતું કે, નહીં અને જો તેમાં હતું તે કેવી સ્થિતિમાં છે.

ચેક કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા

આ વીડિયો ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સે શેર કર્યો છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, નોવા મ્યુઝિક ફેસ્ટિવલ દરમિયાન હમાસના આતંકવાદીઓએ ટોયલેટમાં ગોળીઓ વરસાવી હતી. તેઓને એ વાતની બિલકુલ પરવા ન હતી કે, અંદર કોણ છે અને તેમની સાથે શું થઈ શકે છે. તેમનો હેતુ મારી નાખવાનો જ હતો. ફેસ્ટિવલ દરમિયાન 260 લોકો માર્યા ગયા હતા. હમાસના આતંકવાદીઓએ થોડા જ અંતરે ગોળીઓના તેજ અવાજની વચ્ચે સ્ટોલ્સ પર નવ ગોળીઓ ચલાવી હતી. હમાસના આતંકવાદીઓ દ્વારા ઈઝરાયેલમાં ઘૂસીને નાગરિકોને નિશાન બનાવ્યા બાદ અહીં વિદેશીઓ સહિત 1,300થી વધુ લોકો માર્યા ગયા હતા. 

અત્યાર સુધીમાં આટલા લોકો માર્યા ગયા

ગાઝામાં અધિકારીઓએ જણાવ્યું કે, જવાબી હવાઈ હુમલામાં લગભગ 1,900 ગાઝા વાસી માર્યા ગયા છે. તેમાં 610થી વધુ બાળકો છે. ઈરાયેલે આજે જણાવ્યું હતું કે, તેમણે હમાસના વાયુસેના ચીફ અબુ મુરાદને રાતભર કરેલા હવાઈ હુમલામાં ઠાર કર્યો છે. ઈઝરાયલી એરફોર્સે હમાસના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું. અહીંથી જ આતંકી સંગઠન તેની હવાઈ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો હોવાનો દાવો કરાયો છે.  



Google NewsGoogle News