17 વખત છરીના ઘા ઝીંક્યા અને મૃતદેહ પર કાર ચઢાવી: અમેરિકામાં ભારતીય શખ્સે કરી પત્નીની ક્રૂર હત્યા

Updated: Nov 7th, 2023


Google NewsGoogle News
17 વખત છરીના ઘા ઝીંક્યા અને મૃતદેહ પર કાર ચઢાવી: અમેરિકામાં ભારતીય શખ્સે કરી પત્નીની ક્રૂર હત્યા 1 - image


Image Source: Twitter

- કોર્ટે તેને હત્યાકાંડનો દોષી ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી

નવી દિલ્હી, તા. 07 નવેમ્બર 2023, મંગળવાર

અમેરિકામાં ભારતીય મૂળના શખ્સને પોતાની પત્નીની ક્રૂર હત્યાના આરોપમાં દોષી ઠેરવવામાં આવ્યો છે. ફ્લોરિડાની એક અદાલતે આ ક્રૂરતા માટે પતિને આજીવન કારાવાસની સજા સંભળાવી છે. આરોપી અને તેની પત્ની કેરળના રહેવાસી હતા. મહિલા અમેરિકાની એક હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. તેણે પહેલા પત્નીને 17 વખત છરીના ઘા ઝીંક્યા અને પછી મૃતદેહ પર કાર ચઢાવી દીધી. હત્યાના પાછળનું કારણ પણ સામે આવ્યુ છે.

આ ઘટના 2020ની છે. આરોપી ફિલિપ મેથ્યુએ પોતાની પત્ની મેરિન જોયને 17 વખત છરીના ઘા ઝીંકીને તેની ક્રૂર હત્યા કરી નાખી અને પછી ઘટના સ્થળેથી ભાગવા પહેલા તેના મૃતદેહ પર કાર ચઢાવી દીધી. કેરળના કોટ્ટાયમની રહેવાસી જોય હોસ્પિટલથી બહાર આવી રહી હતી. જોય તે હોસ્પિટલમાં નર્સનું કામ કરી કરતી હતી. ફિલિપે ત્યારે જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મેથ્યુ પણ કેરળનો મૂળ નિવાસી છે. 

જોયના નિવેદનથી ઘટનાનો ખુલાસો 

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, જોય એ મૃત્યુ પહેલા હુમલાખોરની ઓળખનો ખુલાસો કર્યો હતો. ત્યારબાદ તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે 3 નવેમ્બરના રોજ મેથ્યુએ તીક્ષ્ણ હથિયારથી પોતાની હત્યાની વાત કબૂલ કરી હતી. તમામ પુરાવા તેના વિરુદ્ધ મળતા તેની મુક્તિની કોઈ શક્યતા નહોતી. કોર્ટે તેને હત્યાકાંડનો દોષી ઠેરવતા આજીવન કારાવાસની સજા સંભળાવી છે. 

આ ઉપરાંત તેને ગેરકાયદેસર રીતે હથિયાર રાખવાના આરોપમાં વધુ પાંચ વર્ષની સજા પણ મળી છે. મેથ્યુએ પોતાના પર લાગેલા આરોપો પર કોઈ સ્પષ્ટતા નથી આપી. 

હત્યાનું કારણ

પ્રાપ્ત માહિતી પ્રમાણે જોય પોતાના પતિ મેથ્યુ સાથે પોતાના સબંધનો અંત આણવાની યોજના બનાવી રહી હતી. જેનાથી મેથ્યુ રોષે ભરાયો હતો. મેથ્યુએ જોય પરથી ડિવોર્સ લેવા પહેલા તેની હત્યા કરવાનું મન બનાવી લીધું. કોર્ટના નિર્ણય બાદ જોયના સબંધીઓમાંથી એક એ કહ્યું કે, તેની માતાને એ જાણીને ખુશી થઈ કે, તેની દીકરીનો હત્યારો તેના જીવનના બાકીના વર્ષ જેલમાં વિતાવશે. 



Google NewsGoogle News