વિશ્વના સૌથી અમીર સુલતાનના દીકરાના લગ્ન, દુલ્હન સામાન્ય ઘરની, 1788 રૂમના મહેલમાં ભવ્ય કાર્યક્રમ
બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયાના પુત્રના લગ્ન થવાના છે
સુલતાન હસનલ બોલ્કિયા 50 વર્ષથી વધુ સમયથી બ્રુનેઈના રાજા છે
Brunei Prince Abdul Mateen Wedding: બ્રુનેઈના સુલતાન હસનલ બોલ્કિયા કે જે દુનિયાના સૌથી લાંબો સમય શાસન કરનાર રાજા છે. તેઓ 55 વર્ષથી વધુ સમયથી બ્રુનેઈ પર શાસન કરી રહ્યા છે. આવતીકાલે તેમના પુત્રના પ્રિન્સ અબ્દુલ મતીન બ્રુનેઈ લગ્ન થવા જઈ રહ્યા છે. રાજધાની બંદર સેરી બેગવાનમાં સોનાના ગુંબજવાળી મસ્જિદમાં 32 વર્ષીય પ્રિન્સ અબ્દુલ મતીન અને 29 વર્ષીય યાંગ મુલિયા અનીશા રોસનાહના લગ્ન સમારોહ યોજાશે. રોસનાહ એક સામાન્ય છોકરી છે. આ લગ્ન ઇસ્લામિક રીતે થશે. આ અવસર પર બ્રુનેઈમાં 10 દિવસીય ભવ્ય ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રિન્સ મતીનના સુલતાન બનવાની શક્યતાઓ નહીવત
પ્રિન્સ મતીન એ સુલતાન હસનલ બોલ્કિયાના 10મા પુત્ર છે. જેના કારણે તેઓ બ્રુનેઈના સુલતાન બનવામાં ખૂબ જ પાછળના ક્રમે છે. તેઓ સુલતાન બનીને ગાદી પર બેસી શકે તેવી શક્યતાઓ પણ નહીવત છે. તેમજ પ્રિન્સ મતીનના જેમની સાથે લગ્ન થવાના છે તે અનીશા રોસનાહ ફેશન અને ટુરીઝમ બિઝનેસ સાથે જોડાયેલા છે. તેમજ તેમના દાદા પ્રિન્સ માતિનના પિતાના સલાહકાર રહી ચૂક્યા છે.
લગ્ન ક્યાં થશે?
આ શાહીનો લગ્ન ભવ્ય સમારોહ 1,788 રૂમના મહેલમાં યોજાશે. લગ્નબાદ રવિવારે વિશાળ શોભાયાત્રા પણ કાઢવામાં આવશે. એવું પણ કહેવાય છે કે આ લગ્નમાં ભારત અને વિદેશના શાહી મહેમાનો અને વરિષ્ઠ રાજકારણીઓ હાજરી આપશે.
બ્રુનેઈ એરફોર્સમાં પાઈલટ, પોલોનો શોખીન
પ્રિન્સ અબ્દુલ મતીન હાલમાં રોયલ બ્રુનેઈ એરફોર્સમાં હેલિકોપ્ટર પાઈલટ તરીકે સેવા આપે છે. તેમની સરખામણી બ્રિટનના પ્રિન્સ હેરી સાથે કરવામાં આવે છે. સોશિયલ મીડિયામાં તેમની ફેન-ફોલોઈંગ વધુ છે. મતીન પોલો ખેલાડી પણ છે, તેમણે 2017 અને 2019માં દક્ષિણપૂર્વ એશિયન ગેમ્સમાં બ્રુનેઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેની ભાવિ પત્ની પેહિન દાતો ઇસાની પૌત્રી છે, જે સુલતાનના વિશ્વાસુ સલાહકારોમાંના એક છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, રોસનાહે બ્રુનેઈમાં એક સમૃદ્ધ ઉદ્યોગસાહસિક તરીકે પોતાની ઓળખ બનાવી છે. તેણીની ફેશન બ્રાન્ડ 'સિલ્ક કલેક્ટિવ'નું નેતૃત્વ કરવા ઉપરાંત, તે એક નજીકના મિત્ર સાથે ઓથેન્ટિરરી નામની ટુરીઝમ કંપનીની કો-ફાઉન્ડર પણ છે.
ઈન્ટરનેશનલ ડિપ્લોમસીમાં મહત્વની ભૂમિકા ભજવવાનું શરૂ
જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેણે ઈન્ટરનેશનલ ડિપ્લોમસીમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પ્રિન્સ મતીન, તેના પિતા સાથે, ગયા વર્ષે મે મહિનામાં કિંગ ચાર્લ્સ અને રાણી કેમિલાના રાજ્યાભિષેકમાં ગયા હતા. 2022 માં રાણી એલિઝાબેથના અંતિમ સંસ્કારમાં હાજરી આપી હતી.