Get The App

મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ

Updated: Nov 29th, 2024


Google NewsGoogle News
મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ 1 - image


Britain's Assisted Dying Bill: ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં હાલ નવા બિલની ખૂબ ચર્ચા થઈ રહી છે. આ બિલ મૃત્યુના અધિકાર વિશે છે. આ બિલ સાંસદ કિમ લીડબીટર લાવી રહ્યા છે. અહેવાલો અનુસાર, છ મહિનામાં મૃત્યુ પામે તેવી સંભાવના ધરાવતાં આવા વૃદ્ધ લોકો આ લાભ મેળવી શકશે. જો કે, તેનો ઉપયોગ કરવા માટે પોતાનો નિર્ણય લેવો પડશે અને આ માટે માનસિક રીતે સ્વસ્થ હોવું જરૂરી છે. હવે આ બિલને લઈને ચર્ચા છેડાઈ ગઈ છે. ઘણાં લોકો કહે છે કે તેના દુરુપયોગની શક્યતા ઘણી વધારે છે.

શું છે સમગ્ર મામલો?

મૃત્યુના અધિકારનો કાયદો બન્યા બાદ આ માટે ખાસ પ્રક્રિયા હાથ ધરાશે. આ અંતર્ગત મૃત્યુની ઇચ્છા રાખનાર વ્યક્તિએ બે અલગ-અલગ ઘોષણાપત્ર તૈયાર કરવો પડશે. જે સાક્ષીઓની હાજરીમાં કરવામાં આવશે અને તેના પર તે વ્યક્તિની સહી પણ હશે. આ ઉપરાંત બે સ્વતંત્ર ડૉકટરો પુષ્ટિ કરશે કે મૃત્યુ ઇચ્છતી વ્યક્તિ ખરેખર એવી સ્થિતિમાં છે કે, તેને પરવાનગી આપી શકાય. જરૂર પડ્યે આ તબીબ નિષ્ણાતનો અભિપ્રાય પણ લઈ શકાશે. ત્યારબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ આમાંથી ઓછામાં ઓછા એક ડૉક્ટર સાથે વાત કરશે અને જો તેમને લાગશે તો મરવાની ઇચ્છા રાખનાર વ્યક્તિની પૂછપરછ પણ કરશે. આ સમગ્ર પ્રક્રિયામાં 7થી 14 દિવસનો સમય લાગી શકે છે. જો કોઈનું મૃત્યુ નજીક છે તો આ સમય 48 કલાકનો નક્કી કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને રાજકુંદ્રાના ઘરે ઈડી ત્રાટકી, 15 ઠેકાણે તપાસનો ધમધમાટ

આ કાયદા પર કોણ નજર રાખશે?

સાંસદ કિમ લીડબીટરના જણાવ્યા અનુસાર, 'ઇંગ્લૅન્ડ અને વેલ્સના ચીફ મેડિકલ ઑફિસર્સ અને હેલ્થ સેક્રેટરીને આ કાયદા પર નજર રાખવા માટે અધિકૃત કરવામાં આવશે.' અગાઉ પણ અહીં મૃત્યુના અધિકાર સાથે સંબંધિત બિલ રજૂ કરવામાં આવ્યા હતા. વર્ષ 2015માં પણ આવા જ કાયદા અંગે ચર્ચા થઈ હતી. ત્યારબાદ હાઉસ ઑફ કોમન્સમાં અસિસ્ટેડ ડાઇંગ બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ સાંસદોએ તેને ફગાવી દીધું હતું. આવું જ એક બિલ 2021-22માં હાઉસ ઑફ લોર્ડ્સમાં પહોંચ્યું હતું. જુલાઈ 2022 અને એપ્રિલ 2024માં મૃત્યુના અધિકાર સાથે સંબંધિત બિલ પર પણ ચર્ચા કરવામાં આવી છે.

મૃત્યુના અધિકાર અંગે બિલનો કેમ વિરોધ થઈ રહ્યો છે?

સાંસદ કિમ લીડબીટરના મૃત્યુના અધિકાર અંગના બિલનો ખૂબ વિવાદ થઈ રહ્યો છે. ઘણાં સાંસદોનું કહેવું છે કે આ કાયદાનો દુરુપયોગ થવાની ઘણી શક્યતાઓ છે.  કેટલાક લોકો ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરીને અને દબાણ કરીને કોઈને પણ મરવા માટે મજબૂર કરી શકે છે. સંસદમાં છેલ્લી ઘડીએ પણ સાંસદોએ તેનો વિરોધ કર્યો હતો.

મૃત્યુના અધિકાર અંગે બિલ લાવશે આ દેશ, કોને અસર થશે? અત્યારથી થવા લાગ્યો જોરદાર વિરોધ 2 - image


Google NewsGoogle News