ભારતના નિર્ણયથી અમે સહમત નથી : કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢવા પર અમેરિકા બાદ હવે બ્રિટનનું નિવેદન

રાજદ્વારી સંબંધો માટે વિયેના કન્વેન્શનની અસરકારકતા પર અસર થશે : બ્રિટન

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News


ભારતના નિર્ણયથી અમે સહમત નથી : કેનેડાના રાજદ્વારીઓને હાંકી કાઢવા પર અમેરિકા બાદ હવે બ્રિટનનું નિવેદન 1 - image

India Canada standoff : ભારત સરકાર દ્વારા કેનેડા પર લેવામાં આવેલ એક્શનના પગલામાં 41 રાજદ્વારીઓને પાછા મોકલવાના નિર્ણયથી અમેરિકાએ નારાજગી વ્યક્ત કરી હતી. એવામાં હવે મોદી સરકારના આ પગલાથી અમેરિકા બાદ બ્રિટને પણ કેનેડાને સમર્થન કર્યું છે. બ્રિટિશ સરકારે એક નિવેદન જારી કરતા કહ્યું છે કે, ભારતના આ પગલાથી રાજદ્વારી સંબંધો માટે વિયેના કન્વેન્શનની અસરકારકતા પર અસર થઈ શકે છે. અમે એવી આશા કરીએ છીએ કે તમામ દેશો 1961માં સ્થાપિત રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેમની જવાબદારીઓનું પાલન કરશે.

ભારત સરકારના નિર્ણયથી અમેરિકા નારાજ 

અગાઉ, US સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા મેથ્યુ મિલરે પણ કહ્યું કે, અમે આશા રાખીએ છીએ કે ભારત 1961માં રાજદ્વારી સંબંધો પર વિયેના કન્વેન્શન હેઠળ તેની જવાબદારીઓનું યોગ્ય પાલન કરવામાં આવે. મિલરે કહ્યું હતું કે, અમે ભારતમાંથી કેનેડિયન રાજદ્વારીઓને પાછા મોકલવાના નિર્ણયથી ચિંતિત છીએ. કોઈપણ મતભેદોને ઉકેલવા માટે રાજદ્વારીઓની જરૂર છે.

જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ

ભારતમાંથી 41 રાજદ્વારીઓની વાપસીની ઘોષણાના થોડા જ કલાકોમાં કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યુ હતું. ગઈકાલે તેમણે કહ્યું હતું કે, બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ વધુ વણસી રહ્યો છે. તેમણે ભારત અને કેનેડામાં લાખો લોકોના જીવનને અવિશ્વસનીય રૂપે મુશ્કેલ બનાવવા માટે ભારત સરકાર પર નિશાન સાધ્યુ હતું. અગાઉ કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ ઘોષણા કરી હતી કે, 41 કેનેડિયન રાજદ્વારીઓ અને તેમના પરિવારના 42 સભ્યોને ભારતમાંથી પરત બોલાવી લેવામાં આવ્યા છે કારણ કે તેમને મળેલા રાજદ્વારી વિશેષાધિકારો અનિશ્ચિત સમય સુધી જવાનું જોખમ હતું અને તેનાથી તેમની વ્યક્તિગત સુરક્ષા જોખમમાં પડી જાય તેવું હતું.


Google NewsGoogle News