મક્કામાં યાત્રા દરમિયાન પેલેસ્ટાઈનનુ સમર્થન કરવા બદલ બ્રિટિશ એકટરની અટકાયત

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
મક્કામાં યાત્રા દરમિયાન પેલેસ્ટાઈનનુ સમર્થન કરવા બદલ બ્રિટિશ એકટરની અટકાયત 1 - image


Image Source: Wikipedia 

રિયાધ, તા. 18. નવેમ્બર. 2023 શનિવાર

પોતાના સૌથી પવિત્ર ધાર્મિક સ્થળો મક્કા અને મદીનામાં પેલેસ્ટાઈન તરફી દેખાવો કરનારા લોકો પર સાઉદી અરબની સરકાર રોષે ભરાઈ છે અને તેમની અટકાયત શરુ રકવામાં આવી છે.

મિડલ ઈસ્ટના મીડિયાના રિપોર્ટ પ્રમાણે બ્રિટિશ એકટર અને ટીવી પ્રેઝન્ટર ઈસ્લાહ અબ્દુર રહેમાનની મક્કામાં તીર્થયાત્રા દરમિયાન પેલેસ્ટાઈની કાફિયા પહેરવા પર અને પેલેસ્ટાઈનના રાષ્ટ્ર ધ્વજના રંગની તસ્બી લઈ જવા બદલ અટકાયત કરવામાં આવી હતી.

આ મીડિયા રિપોર્ટમાં અબ્દુર રહેમાને કહ્યુ હતુ કે, ચાર સૈનિકોએ મને રોક્યો હતો.કારણકે મેં એક સફેદ કાફિયા પહેર્યો હતો અને મારા હાથ પર પેલેસ્ટાઈનના ધ્વજના રંગની માળા પહેરી હતી.જેના કારણે સૈનિકો મને બીજી જગ્યાએ પૂછપરછ કરવા માટે લઈ ગયા હતા.

એક્ટરના કહેવા અનુસાર સૈનિકોનુ ધ્યાન કાફિયા પર પર હતુ અને છેવટે મને તેમણે છોડયો હતો પણ કાફિયા નહીં પહેરવા માટે વોર્નિગં આપવામાં આવી હતી.મને છોડવામાં આવ્યો ત્યારે ત્યાં કામ કરતા એક વર્કરે પણ મને ચેતવ્યો હતો કે, આ સારુ નથી. ..અહીંયા ઈઝરાયેલ પેલેસ્ટાઈન કરવુ યોગ્ય નથી.આ કાફિયાને તમે પહેરતા નહીં.તમને પરવાનગી નથી.

એકટરે કહ્યુ હતુ કે, યાત્રા દરમિયાન થયેલા અનુભવે મને ડરાવી દીધો હતો.મારુ દીલ તુટી ગયુ હતુ.પેલેસ્ટાઈનના લોકો જે સહન કરી રહ્યા છે તેમના માટે તેમની સાથે મારી સહાનુભૂતિ છે.

અબ્દુર રહેમાને પોતાનો અનુભવ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે અને તેને લઈને હવે સાઉદી અરબના ઘણા નાગરિકો એકટરને ટાર્ગેટ પણ કરી રહ્યા છે.

સાઉદી અરબમાં તાજેતરમાં પેલેસ્ટાઈનના લોકો માટે પ્રાર્થના કરવા બદલ અલ્જિરિયાના એક નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી અને 6 કલાક તેને અટકાયતમાં રખાયો હતો.તેના ફોનમાંથી પ્રાર્થના કરતો વિડિયો ડિલિટ કરી દેવામાં આવ્યો હતો.

ઉલ્લેખીય છે કે, ગાઝા અને હમાસ વચ્ચેના ટકરાવમાં સાઉદી અરબ  ફૂંકી ફૂંકીને આગળ વધી રહ્યુ છે.કારણકે હમાસના આતંકી હુમલા પહેલા ઈઝરાયેલ અને સાઉદી અરબ વચ્ચે સબંધો સામાન્ય થાય તે માટે બંને દેશોએ પ્રયત્નો શરુ કર્યા હતા.


Google NewsGoogle News