Get The App

ઈઝરાયલ પર હમાસ જેવો ભીષણ હુમલો કરવાની ઈરાનની તૈયારી, બ્રિટનના નિષ્ણાતોની ચેતવણી

બ્રિટનના સંરક્ષણ નિષ્ણાત એલન મેંડોજાએ શંકા વ્યકત કરી

ઇરાનને રશિયા,ચીનનું સમર્થન મળશે તો ત્રીજુ વિશ્વયુધ્ધ નકકી

Updated: Apr 4th, 2024


Google NewsGoogle News
ઈઝરાયલ પર હમાસ જેવો ભીષણ હુમલો કરવાની ઈરાનની તૈયારી, બ્રિટનના નિષ્ણાતોની ચેતવણી 1 - image


Israel vs Hamas war Updates | સીરિયા પર ઇઝરાયેલના હુમલા પછી ઇરાન ઇઝરાયેલ પર હમાસ જેવો હુમલો કરી શકે છે એવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ઇરાન ૭ ઓકટોબર જેવો ભયંકર હુમલો ઇઝરાયેલ ઉપરાંત બ્રિટન પર પણ કરી શકે છે.  આવો દાવો બ્રિટનના સંરક્ષણ નિષ્ણાત દ્વારા કરવામાં આવતા સનસનાટી મચી ગઇ છે.

તાજેતરમાં ઇઝરાયલે સીરિયા પર હુમલો કરતા ઇરાનના ટોચના જનરલ સહિત ૭ લોકોના મુત્યુ થતા ઇરાન ધૂંવાપૂંવા થયું છે. 'ધ સન'માં પ્રકાશિત અહેવાલ મુજબ સંરક્ષણ નિષ્ણાત એલન મેંડોજાએ જણાવ્યું હતું કે ઇરાન વળતો પ્રહાર કરવાની તૈયારીઓ કરી રહયું છે. આનાથી વિશ્વ સમક્ષ અનેક પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.


ઈઝરાયલ પર હમાસ જેવો ભીષણ હુમલો કરવાની ઈરાનની તૈયારી, બ્રિટનના નિષ્ણાતોની ચેતવણી 2 - image

ઇરાને જો કોઇ પણ પ્રકારનું આક્રમક પગલું ભર્યુ તો ત્રીજા વિશ્વયુધ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થતા વાર લાગશે નહી. પ્રાપ્ત માહિતી અનુસાર ડૉકટર એલન મેંડોજાએ થિંક ટેંક હેનરી જેકસન સોસાયટીના કાર્યકારી નિર્દેશક છે. તેમનું માનવું છે કે ઇરાનને રશિયા, ચીન અને ઉત્તર કોરિયાનો સહયોગ મળી શકે છે. આથી સંઘર્ષ કોઇ બે કે ત્રણ દેશો પુરતો મર્યાદિત રહેશે નહી.

 ઇરાનની કાર્યવાહીની તૈયારીઓ જોતા તેના દુશ્મન દેશોએ સર્તક રહેવું જોઇએ. ઇરાની નેતા ઇબ્રાહિમ રાઇસીએ પણ સીરિયા હુમલાનો બદલો લેવાની વાત કરી છે. ઇરાનની નેતાગીરીની ધમકીને દુનિયાએ ગંભીરતાથી લેવી જોઇએ. ૭ ઓકટોબર જેવા શકિતશાળી હુમલા માટે ઇરાન લેબનોનનો ઉપયોગ કરી શકે છે. ઇરાનના નિયંત્રણમાં હોય તેવા કટ્ટરપંથી સમૂહો પણ છે જે ઇઝરાયેલ પર મિસાઇલો હુમલો કરી શકે છે. 



Google NewsGoogle News