Get The App

બ્રિટનમાં જ જન્મ્યા હોવા છતાં અસદનાં પત્નીને બ્રિટન રાજ્યાશ્રય નહીં આપે : રિપોર્ટ

Updated: Dec 11th, 2024


Google NewsGoogle News
બ્રિટનમાં જ જન્મ્યા હોવા છતાં અસદનાં પત્નીને બ્રિટન રાજ્યાશ્રય નહીં આપે : રિપોર્ટ 1 - image


- આસ્મા-આસદને બ્રિટને પ્રતિબંધિત નાગરિક જાહેર કર્યા છે,  બ્રિટિશ વિદેશ મંત્રી ડેવિડ લેમીએ આમસભામાં જણાવ્યું

- બીજી તરફ બ્રિટનમાં તે ચર્ચા ચાલી રહી છે કે બ્રિટિશ સરકાર આસ્માનું બ્રિટિશ નાગરિકત્વ પાછુ ખેંચી લેશે કે કેમ ?

લંડન : સીરીયાના પદભ્રષ્ટ પ્રમુખ બશર અલ અસદના બ્રિટિશ પત્ની આસ્મા અસદને બ્રિટને પ્રતિબંધિત વ્યકિત જાહેર કર્યા છે. તેઓને બ્રિટનમાં આવવા દેવામાં નહીં આવે તેમ બ્રિટનના વિદેશ મંત્રી ડેવિડ લેમીએ આમ સભા (હાઉસ ઓફ કોમન્સ)માં સ્પષ્ટ રીતે જણાવ્યું હતું.

આસ્મા આસદનો જન્મ ૧૯૭૫માં બ્રિટનમાં થયો હતો. તેઓએ અભ્યાસ પણ બ્રિટનમાં જ કર્યો હતો. અત્યારે તેઓ અસદનાં પતન પછી અસદની સાથે મોસ્કોમાં છે.

રવિવારે બળવાખોર જૂથે દમાસ્કસનો કબજો લીધો હતો. આ સાથે સીરીયામાં આમૂલ પરિવર્તન આવ્યું. જો કે હજી સુધી ત્યાં રાજકીય સ્થિરતા આવી નથી તે અલગ વાત છે.

સોમવારે સાંજે બ્રિટનની આમ-સભામાં એક પ્રશ્નના ઉત્તરમાં વિદેશ મંત્રી લેમીએ કહ્યું હતું કે, મને જાણવા મળ્યું છે કે, છેલ્લા કેટલાક સમયથી આસ્મા-અસદ બ્રિટન આવવા પ્રયત્નો કરી રહ્યાં છે. પરંતુ હું માનદ સભ્યોને ખાતરીપૂર્વક કહેવા માગું છું કે તેઓને એક પ્રતિબંધિત નાગરિક જાહેર કરાયા છે અને તેઓને બ્રિટનમાં આવવા નહીં દેવાય.

ઉલ્લેખનીય છે કે આસ્મા-અસદને પ્રતિબંધિત વ્યકિ જાહેર કરાયા છે.

તેઓએ વધુમાં સાંસદોને જણાવ્યું હતું કે, અમે સીરીયાની પરિસ્થિતિ ઉપર કલાકે કલાકે નજર રાખતા જ રહીએ છીએ. સાથે સાથે રાષ્ટ્રોના સંપર્કમાં પણ છીએ. તેઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને સીરીયાની ઘટનાઓમાંથી કોઈ શાંતિમય સમાધાન મળે તે માટે પ્રયત્નો ચાલુ છે. આપણે કદી હિંસા કે ત્રાસવાદને યોગ્ય ગણ્યા જ નથી.

આ પૂર્વે બીબીસી રેડિયો-૪ ના કાર્યક્રમમાં ડયુકી-ઓફ લેન્કેસ્ટરના સાંસદ મેક-ફેડી ગૃહમાં જણાવ્યું કે, હજી સુધી આસ્મા અસદ કે તેઓના પ્રતિનિધિ દ્વારા પણ કોઈ સંપર્ક કરાયો નથી કે કોઇ વિનંતિ પણ કરાઈ નથી કે તેઓને બ્રિટન પાછા ફરવાની પરવાનગી આપવામાં આવે.

તે સર્વવિદિત છે કે સીરીયામાં ગૃહ યુદ્ધ ચાલી રહ્યું હતું જેનું કારણ અસદનું ક્રૂર શાસન હોવાનું કહેવાય છે. આ ગૃહ યુદ્ધને પરિણામે અસદ અને તેમના કુટુંબે રશિયામાં રાજ્યાશ્રય લીધો હોવાનું પણ સ્પષ્ટ થયું છે.


Google NewsGoogle News