PM આવ્યા અને ગયા પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં 13 વર્ષથી ખાસ મહેમાન બનીને રહે છે આ બિલાડી

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
PM આવ્યા અને ગયા પણ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં 13 વર્ષથી ખાસ મહેમાન બનીને રહે છે આ બિલાડી 1 - image


Special appointment of cat in British PM House: બ્રિટનમાં ફરી એકવાર સત્તા પરિવર્તન થયું છે. સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને સામાન્ય ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. લેબર પાર્ટીનો 14 વર્ષનો વનવાસ પૂરો થઈ ચૂક્યો છે. એટલે કે, આ સાથે જ સુનકને સત્તા પરથી હટાવીને સ્ટાર્મર વડાપ્રધાન બનશે. 10 ડાઉનિંગ સ્ટ્રીટ એ યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન અને મુખ્ય કાર્યાલય છે. સુનક પછી સ્ટાર્મર હવે તેના નિવાસી હશે. જો કે, સત્તા પરિવર્તન સાથે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં નેતાઓ પણ બદલાતા રહે છે, પરંતુ આ નિવાસસ્થાનમાં રહેતા 'ચીફ માઉઝર' ક્યારેય બદલાતા નથી.

બ્રિટનના ઈતિહાસમાં 6 વડાપ્રધાનને જોઈ ચૂકેલા આ મહેમાન છેલ્લા 13 વર્ષથી 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં છે. હકીકતમાં આ  'ચીફ માઉઝર' માણસ નહીં પણ બિલાડી છે. મીડિયાના રિપોર્ટ્સ પ્રમાણે આ બિલાડી બ્રિટિશ પીએમના નિવાસસ્થાનની ચીફ માઉઝર એટલે ઉંદર પકડતી બિલાડી છે. લેરીને 2011માં વડાપ્રધાન ડેવિડ કેમરન દ્વારા પીએમના નિવાસસ્થાનમાં ઉંદરોથી છુટકારો મેળવવા માટે રાખવામાં આવી હતી. જો કે આ બિલાડીનું શાનદાર પ્રદર્શનના કારણે તેને ઘરના કાયમી સભ્ય જાહેર કકરવામાં આવી હતી.

2011માં નિમણૂક કરવામાં આવી હતી

"ચીફ રેટકેચર" લેરીને વડાપ્રધાન ડેવિડ કેમેરોન દ્વારા વર્ષ 2011માં ઉંદરોથી છુટકારો મેળવવા માટે નિયુક્ત કરવામાં આવી હતી. ત્યારથી આ બિલાડી આ ઘરમાં જ રહે છે. એટલે કે બ્રિટનમાં રાજકીય ઉથલપાથલમાં આ બિલાડીએ 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં ઘણા વડાપ્રધાનોને જોયા છે. એવું માનવામાં આવે છે કે, લેરી ઉંદરો અને અન્ય પ્રાણીઓને પકડવામાં માહિર છે. તેની આ કળાના પરિણામે તેમને વડાપ્રધાન આવાસમાં એન્ટ્રી મળી હતી.

10 ડાઉનિંગ સ્ટ્રીટમાં આ પહેલી બિલાડી નથી

બ્રિટનના આ સરકારી આવાસમાં અધિકૃત વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી પ્રમાણે લેરીની ફરજ પીએમ હાઉસમાં આવનારા મહેમાનોને આવકારવાની અને ઉંદરો પર નજર રાખવાની છે. મહત્ત્વની વાત એ છે કે, કે 10 ડાઉનિંગ સ્ટ્રીટમાં રહેનારી લેરી પહેલી બિલાડી નથી. બ્રિટિશ પીએમના આવાસમાં છેલ્લા 100 વર્ષથી બિલાડીઓને પાળવામાં આવે છે.

આ અંગે મળતી માહિતી મુજબ પીએમના નિવાસસ્થાન પર બિલાડીઓ રાખવાની શરૂઆત રાજા હેનરી આઠમાના કાર્યકાળ દરમિયાન થઈ હતી. રેકોર્ડ્સ પ્રમાણે વર્ષ 1929માં પહેલીવાર એક બિલાડીએ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર હાઉસમાં પ્રવેશ કર્યો હતો. 



Google NewsGoogle News