Get The App

મહિલાઓ વિરુદ્ધ હિંસા પણ આતંકવાદ ગણાશે, આ દેશમાં નવો કાયદો લાવવાની તૈયારી

Updated: Aug 19th, 2024


Google NewsGoogle News
મહિલાઓ વિરુદ્ધ હિંસા પણ આતંકવાદ ગણાશે, આ દેશમાં નવો કાયદો લાવવાની તૈયારી 1 - image

Britain, Violence Against Women consider As Terrorism: બ્રિટનમાં મહિલાઓ સામે વધી રહેલી હિંસાને રોકવા માટે ત્યાંની સરકાર હવે કડક કાયદો લાવવાની તૈયારી કરી રહી છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર મહિલાઓ સામેની હિંસાને હવે આતંકવાદ તરીકે ગણવામાં આવશે અને તે અનુસાર સજા કરવામાં આવશે. બ્રિટનમાં પહેલી વખત આવો કાયદો બનવા જઈ રહ્યો છે.

બ્રિટનના ગૃહ સચિવ યવેટ કૂપરે જણાવ્યું હતું કે, 'મહિલાઓ અને છોકરીઓ સામે હિંસાના વધી રહેલા મામલાઓના નિરાકરણ માટે હાલના કાયદાની  ખામીઓને ઓળખવા માટે તેમની સમીક્ષા કરવામાં આવી રહી છે. આ સાથે એ પણ જાણવાની કોશિશ કરવામાં આવી રહી છે કે, કઈ વિચારધારા હેઠળ મહિલાઓ સામે હિંસા થઈ રહી છે. સરકાર મહિલાઓ સામે ઓનલાઈન અને રસ્તાઓ પર વધતા ગુનાઓને રોકવામાં નિષ્ફળ રહી છે. આનાથી આપણા સામાજિક માળખાને નુકસાન પહોંચી રહ્યું છે. નવા પ્રસ્તાવિત કાયદા અનુસાર, શાળાના શિક્ષકોએ એ પણ જણાવવું પડશે કે શાળામાં એવા કોણ લોકો છે. જેઓ મહિલાઓ વિરુદ્ધ નફરતી વિચારો ધરાવે છે.'

આ પણ વાંચોઃ મોન્સૂન દુલ્હન': પાકિસ્તાનમાં પૂરના કારણે નરક બની બાળકીઓની જિંદગી, આધેડ સાથે લગ્ન કરાવી રહ્યા છે મા-બાપ

બ્રિટનના પોલીસ વડાએ તાજેતરમાં જણાવ્યું હતું કે, દેશમાં મહિલાઓ અને છોકરીઓ હિંસામાં નોંધપાત્ર વધારો થયો છે. પોલીસ આને આતંકવાદના ખતરા તરીકે જોઈ રહી છે. ‘નેશનલ પોલીસ ચીફ્સ કાઉન્સિલ’ અને ‘કોલેજ ઑફ પોલીસિંગ’ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ પોલીસે 2022 અને 2023 વચ્ચે મહિલાઓ અને છોકરીઓ વિરુદ્ધ હિંસક અપરાધોના 10 લાખથી વધુ કેસ નોંધ્યા છે. જે કુલ ગુનાનો પાંચમો ભાગ છે.


Google NewsGoogle News