VIDEO: પોલીસે ગાયને કારથી બે વાર ક્રૂરતાપૂર્વક કચડતા હોબાળો, માનવતા માટે અત્યંત શરમજનક કૃત્ય
Cow Hit By UK Police Car : એક પોલીસ અધિકારીએ કારથી ગાયને બે વાર કચડતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ભારો હોબાળો મચ્યો છે. આ શરનજનક કૃત્ય કરવા બદલ લોકો પોલીસ અધિકારીની ભારે ટીકા કરી રાક્ષસ કહી રહ્યા છે. ઘટના બાદ એવા વિગતો સામે આવી છે કે, ગાય ખેતરમાંથી ભાગી રહી હતી, જેના કારણે પોલીસે તેનો રોકવા માટે કાર ચઢાવી દીધી હતી. હવે આ મામલે કાર્યવાહી કરવા ગૃહ સચિવ સમક્ષ માંગ કરાઈ છે. આ ક્રૂરતાભર્યો વીડિયો જોયા બાદ તમામ યુઝર્સ અધિકારી પર ફિટકાર વરસાવી રહ્યા છે.
પોલીસે કરેલા કર્મોની સજા આપવા માંગ
યુકે મીડિયા હાઉસના અહેવાલો મુજબ, બ્રિટન પોલીસને શુક્રવારે રાત્રે 8.55 કલાકે માહિતી અપાઈ હતી કે, એક ગાય રસ્તા પર ખુલ્લામાં ફરી રહી છે. તે ખેતરમાંથી ભાગી છે. કારથી કચડી નાખ્યા બાદ ગાયને પગમાં ઈજા થતાં તેની સારવાર ચાલી રહી છે. બીજીતરફ લોકો પોલીસે કરેલા કર્મોની સજા આપવાની માંગ કરી રહ્યા છે.
‘આ ઘટના પોલીસ માટે ધૃણાસ્પદ’
એક મહિલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કર્યો છે અને લખ્યું છે કે, ‘બ્રિટનનો આ વીડિયો જોઈ હું ખૂબ દુઃખી છું. એવું લાગી રહ્યું છે કે, એક ગાય પોતાના ખેતરમાંથી ભાગી ગઈ છે અને પોલીસને લાગે છે કે, તેને કારથી કચડી નાખવી ઠીક છે. વાસ્તવમાં આ ઘટના પોલીસ માટે ધૃણાસ્પદ છે. આ દેશમાં જે પણ થયું છે, તે ખોટું થયું છે.’
ઘટના અંગે ગૃહ સચિવ અને પોલીસે શું કહ્યું ?
ગૃહ સચિવ જેમ્સ ક્લેવર્લીએ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી કહ્યું છે કે, ‘પોલીસ અધિકારી દ્વારા આવું કૃત્ય કરવાનું કોઈપણ કારણ ન હતું. આ મામલે મેં સ્પષ્ટતા માંગી છે. એવું લાગે છે કે, આ કૃત્ય બિનજરૂરી કરવામાં આવ્યું છે. બીજીતરફ પોલીસે કહ્યું કે, આ મામલો પ્રોફેશનલ સ્ટાર્ડર્ડ ડિપાર્ટમેન્ટને મોકલી દેવાયો છે. પ્રવક્તાએ કહ્યું કે, ઘટના અંગે ઈન્ડિપેન્ડન્ટ ઑફિસ ફૉર પોલીસ કંડક્ટ (IOPC)ને પણ જાણ કરાઈ છે અને યોગ્ય સમયે રેફરલ કરવામાં આવશે.