બ્રિટનની યુનવર્સિટીના VC ભારતીય મહિલા સાથે અફેરના ચક્કરમાં થયાં સસ્પેન્ડ, પત્નીએ ફોડ્યો ભાંડો
Britaine News: બ્રિટનની યુનિવર્સિટી ઑફ બકિંઘમના વાઇસ ચાન્સલર જેમ્સ ટૂલીને હૈદરાબાદની એક મહિલા સાથે અફેરના આરોપો બાદ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, ટૂલીએ મહિલાની યુનિવર્સિટીની ફી ભરવામાં મદદ કરી હતી. ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં દાવો કર્યો કે, તેમની પાસે 65 વર્ષીય પ્રોફેસર ટૂલી સાથે શારીરિક સંબંધ હતો. આ આરોપ ત્યારે સામે આવ્યો જ્યારે પત્નીએ યુવતી દ્વારા લખેલી ડાયરીની નકલો યુનિવર્સિટીને સોંપી દીધી. ટૂલીના સસ્પેન્શનની જાહેરાત ઓક્ટોબરમાં કરવામાં આવી હતી, પરંતુ તે હમણાં જ પ્રકાશમાં આવી છે.
પત્નીએ ખોલ્યું રહસ્ય
મળતી માહિતી મુજબ, ટૂલી વર્ષ 2020થી વાઇસ ચાન્સલરના પદ પર હતાં. તેઓએ પોતાના વકીલના માધ્યમથી આ નિવેદન રજૂ કર્યું છે. જેમાં તેઓએ આ આરોપોને નિરાધાર જણાવ્યું છે. નોંઘનીય છે કે, આરોપોનો ખુલાસો ટૂલીની 42 વર્ષીય પત્ની સિંથિયાએ કર્યો હતો. સિંથિયા મૂળ નાઇજીરિયાની છે અને ટૂલી સાથે ફેબ્રુઆરી 2022માં લગ્ન કર્યા હતાં. ડાયરીમાં ભારતીય મહિલાએ દાવો કર્યો હતો કે, જ્યારે તે પહેલીવાર ટૂલીને મળી હતી ત્યારે તેની ઉંમર 18 વર્ષની હતી અને તેમના શારીરિક સંબંધ ત્યારે શરૂ થયો જ્યારે તે 21 વર્ષની હતી.
આ પણ વાંચોઃ ઈમરાન ખાન હવે ગાંધીજીના માર્ગે, 'અસહયોગ આંદોલન' શરૂ કરશે, પાકિસ્તાનમાં સ્થિતિ બગડશે!
ડાયરીમાં શું લખ્યું હતું?
ભારતીય મહિલાએ પોતાની ડાયરીમાં લખ્યું, 'જે પણ મારી ડાયરકી વાંચશે તે જોઈ શકે છે કે, હું તેને પ્રેમ કરતી હતી અને તેમની સાથે રહેવા ઈચ્છતી હતી. તે હંમેશા મારી સાથે સન્માનપૂર્વક વર્તન કરતા હતાં. લોકો કહે છે કે, તેઓ મારો ઉપયોગ કરે છે, કારણકે તેમની પાસે શક્તિ અને પૈસા હતાં. તે એક સારા માણસ છે જે બીજા લોકો માટે ચિંતા કરે છે.'
આ પણ વાંચોઃ બાંગ્લાદેશની આડોડાઈ! ભારત સાથેની ખેંચતાણ વચ્ચે બે રાજદ્વારીઓને પાછા બોલાવતાં વિવાદ
જણાવી દઈએ કે, યુનિવર્સિટી ઑફ બકિંઘમ યુકેની સૌથી જૂની યુનિવર્સિટીમાંથી એક છે. ટૂલી પહેલાં ન્યૂકૈસલ યુનિવર્સિટીમાં એક એકેડમિક રહી ચુક્યા છે અને તેઓએ લંડન યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનથી પીએચડી કરી છે.