Get The App

BRICS Summit 2024: 'રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિથી સમાધાન આવશે, રશિયામાં વડાપ્રધાન મોદીનું નિવેદન

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
BRICS Summit 2024: 'રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિથી સમાધાન આવશે, રશિયામાં વડાપ્રધાન મોદીનું નિવેદન 1 - image


BRICS Summit 2024 Live: વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે (22 ઑક્ટોબર) કાઝાનમાં BRICS સમિટ 2024માં ભાગ લેવા માટે બે દિવસની મુલાકાતે રશિયા પહોંચ્યા. આ દરમિયાન વડાપ્રધાન મોદી બ્રિક્સ સભ્ય દેશોના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે છે. આ સિવાય વડાપ્રધાન મોદી આ સંમેલનમાં પહોંચનારા અન્ય ગેસ્ટને પણ મળશે.

વડાપ્રધાન મોદીને મળ્યા રાષ્ટ્રપતિ પુતિન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 16મં બ્રિક્સ સમિટ 2024માં પર કઝાનમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક કરી. બેઠક પહેલા રાષ્ટ્રપતિ પુતિને વડાપ્રધાન મોદીને ગળે લગાવીને સ્વાગત કર્યું.

બ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છેઃ વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ છેલ્લા એક વર્ષથી બ્રિક્સનું નેતૃત્વ કરવા બદલ રશિયાને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે, 'બ્રિક્સે છેલ્લા 15 વર્ષમાં પોતાની છાપ છોડી છે. હું આવતીકાલે બ્રિક્સ સમિટમાં ભાગ લેવા આતુર છું.

રશિયા-યુક્રેન યુદ્ધ પર વડાપ્રધાન મોદીએ શું કહ્યું?

રશિયા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, 'રશિયા-યુક્રેન સંઘર્ષ દરમિયાન રાષ્ટ્રપતિ પુતિન અને હું સતત સંપર્કમાં છીએ. ભારત માને છે કે સંઘર્ષનો ઉકેલ શાંતિપૂર્ણ હોવો જોઈએ. રશિયા-યુક્રેન યુદ્ધનું શાંતિથી સમાધાન નીકળશે. અમે માનવજાતની સંભાળ રાખીને શાંતિ અને સ્થિરતાને સમર્થન આપીએ છીએ. ભારત આ મામલે તમામ પ્રકારનો સહયોગ આપવા તૈયાર છે.'

કઝાનમાં ભારતીય દૂતાવાસ ખોલવાનો નિર્ણય આવકાર્ય છેઃ પુતિન

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની દ્વિપક્ષીય બેઠકમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું, 'ઇન્ટરગવર્નમેન્ટલ કમિશનની આગામી બેઠક 12 ડિસેમ્બરે નવી દિલ્હીમાં યોજાવા જઈ રહી છે. અમારા સંયુક્ત પ્રોજેક્ટ્સ સતત પ્રગતિ કરી રહ્યા છે. તમે કઝાનમાં ભારતીય દૂતાવાસ ખોલવાનું નક્કી કર્યું છે. અમે તેનું સ્વાગત કરીએ છીએ. ભારતની નીતિઓથી બન્ને દેશો વચ્ચેની ભાગીદારી અને સંબંધોને ફાયદો થશે. તમને અને તમારા પ્રતિનિધિમંડળને રશિયામાં જોઈને અમે ખૂબ જ ખુશ છીએ.'

pm-modi-russia

કઝાન પહોંચ્યા વડાપ્રધાન મોદી, સ્વાગતમાં ગવાયું કૃષ્ણ ભજન

રશિયન નાગરિકોએ વડાપ્રધાન મોદીનું મંગળવારે કઝાનમાં ભવ્ય સ્વાગત કર્યું. તેમણે કૃષ્ણ ભજન ગાઈને સ્વાગત કર્યું. તેઓ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે કઝાનની એક હોટલ પહોંચ્યા, જ્યાં રશિયન નાગરિકોએ સાંસ્કૃતિક આપ-લેના એક ભાવપૂર્ણ પ્રદર્શનની સાથે તેમનું સ્વાગત કર્યું.



પીએમ મોદીએ સ્વાગત માટે આભાર વ્યક્ત કર્યો

ભગવાન કૃષ્ણને સમર્પિત આ ભજને ઉપસ્થિત લોકોનું મનમોહી લીધું, જેમાં બંને દેશ વચ્ચે આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક વિરાસત માટે સંયુક્ત પ્રશંસાને દર્શાવાઈ. વડાપ્રધાન મોદીએ આભાર વ્યક્ત કરતા આંતરરાષ્ટ્રીય સંબંધોને પ્રોત્સાહન આપવામાં આ પ્રકારના ઈશારાના મહત્ત્વને સ્વીકાર્યું. તો રશિયન કલાકારોએ કહ્યું કે, 'અમે ખૂબ ઉત્સુક હતા. અમે આ ડાન્સ પરફોર્મન્સ માટે અંદાજીત ત્રણ મહિના સુધી પ્રેક્ટિસ કરી. લોકો વડાપ્રધાન મોદીને સાચે ખૂબ પસંદ કરે છે. વડાપ્રધાન મોદીએ અમારા સૌના વખાણ કર્યા.'

આ પણ વાંચો : ડોલરનો દબદબો ખતમ કરવા સજ્જ BRICS! મોદી, પુતિન અને જિનપિંગની મીટિંગમાં લેવાઈ શકે છે નિર્ણય



તાતારસ્તાન ગણરાજ્યના પ્રમુખે વડાપ્રધાન મોદીનું કર્યું સ્વાગત

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જાયસવાલે 'X' પર એક પોસ્ટ કરતાં જણાવ્યું કે, 'વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયાના હેરિટેજ સિટી કઝાન પહોંચી ચૂક્યા છે. તેમના ત્યાં પહોંચવા પર તાતારસ્તાન ગણરાજ્યના પ્રમુખ રૂસ્તમ મિન્નિખાનોવે ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું.'



ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ રશિયા પહોંચ્યા

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે રશિયાના કઝાન પહોંચ્યા છે. ત્યાં વડાપ્રધાન મોદી સાથે તેઓ મુલાકાત કરી શકે છે. જોકે, બંને પક્ષો તરફથી કોઈ પુષ્ટિ નથી કરાઈ.

આ પણ વાંચો : યુક્રેન યુદ્ધમાં મધ્યસ્થી થઈ શકે તેટલી ભારતની વિશ્વસનીયતા છે : ડેવિડ કેમેરોન


Google NewsGoogle News