VIDEO: ઈઝરાયલનો લેબેનોનમાં ફરી હુમલો, બેરુતમાં ત્રણ સ્થળો પર એરસ્ટ્રાઈક, 9ના મોત, 14ને ઈજા
Israel-Hezbollah War : ઈઝરાયલે લેબેનોની રાજધાની બેરુતમાં ફરી ભયાનક હુમલો કર્યો છે. આ હુમલામાં હિઝબુલ્લાહના 15 લડાકુઓ સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે 14ને ઈજા થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. ઈઝરાયલી સેનાએ બેરૂતમાં ત્રણ સ્થળોએ હવાઈ હુમલાઓ કર્યા હોવાની વિગતો સામે આવી છે.
ઈઝરાયેલે અલ-માયસરા શહેરને નિશાન બનાવ્યું
ઈઝરાયલી સેનાએ ઉત્તરીય લેબેનોન સ્થિત બેરૂતના ઉત્તરપૂર્વના કેસરવાન જિલ્લામાં આવેલા અલ-માયસરા શહેરને નિશાન બનાવ્યું છે. અહીં ઈઝરાયેલી સેના અને હિઝબુલ્લાહના લડાકુઓ વચ્ચે સામસામે હુમલાઓ થઈ રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી દક્ષિણમાં ભારે હવાઈ હુમલા થઈ રહ્યા હતા, જેના કારણે કેટલાક પરિવારોએ આ વિસ્તારમાં આશ્રય લીધો હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવના કારણે ભારતની પણ વધી ચિંતા, વિદેશમંત્રીએ આપ્યું મોટું નિવેદન
હિઝબુલ્લાહના 15 લડાકુના મોત, ઈઝરાયલનો દાવો
ઈઝરાયલે કહ્યું કે, અમારી સેનાએ આજે લેબનીઝ શહેર બિંટ જ્વેઈલની મ્યુનિસિપાલિટી બિલ્ડિંગ પર એરસ્ટ્રાઈક કરીને હિઝબુલ્લાહના 15 સભ્યોને મોતને ઘાટ ઉતાર્યા છે. હિઝબુલ્લાહ સાથે જોડાયેલી ઈસ્લામિક હેલ્થ ઓથોરિટીએ કહ્યું કે, બેરુતમાં હવાઈ હુમલામાં બે તબીબો સહિત સાત સ્ટાફના મોત થયા છે.
સંસદ નજીકની એક બિલ્ડિંગને નિશાન બનાવાઈ
બીજીતરફ લેબેનીઝ અધિકારીએ કહ્યું કે, ઈઝરાયેલી સેનાએ બેરુતના મધ્ય ડાઉનટાઉન જિલ્લામાં એરસ્ટ્રાઈક કરી છે, જેમાં ઓછામાં ઓછા છ લોકોના મોત અને સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ સેનાએ સંસદ નજીક બચૌરા જિલ્લાની એક બિલ્ડિંગને નિશાન બનાવી છે, જેમાં પ્રચંડ વિસ્ફોટ સંભળાયા બાદ ભારે અફરાતફરી મચી ગઈ છે.
આ પણ વાંચો : ઈઝરાયલ-ઈરાન યુદ્ધમાં કયો દેશ કોની તરફેણમાં? આ મુસ્લિમ દેશો યહૂદી દેશના સમર્થનમાં!