Get The App

વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક, પરિસરના ગેટ સાથે કાર અથડાઈ, ડ્રાઈવરની ધરપકડ

આ પહેલા અમેરિકન પ્રમુખની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી

હાલ યુએસ સિક્રેટ સર્વિસ ઘટનાની તપાસ કરી રહી રહ્યું છે

Updated: Jan 9th, 2024


Google NewsGoogle News
વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક, પરિસરના ગેટ સાથે કાર અથડાઈ, ડ્રાઈવરની ધરપકડ 1 - image


White House Security Breach : અમેરિકન પ્રમુખના સત્તાવાર નિવાસ્થાન વ્હાઈટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક થયાના અહેવાલ સામે આવી રહ્યા છે જેમાં ગઈકાલે રાત્રે વ્હાઈટ હાઉસના ગેટ સાથે એક કાર ભયાનક રીતે અથડાઈ હતી. જો કે હાલ આ દુર્ઘટનામાં કોઈ નુકસાનના સમાચાર મળ્યા નથી.

ઘટના સમયે અમેરિકન પ્રમુખ વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા

હજુ ગયા મહિને જ અમેરિકન પ્રમુખ જો બાયડેનની સુરક્ષામાં ચૂક થઈ હોવાની ઘટના બની હતી ત્યારે હવે વ્હાઈટ હાઉસ પરિસરના ગેટ પર એક કારની જોરાદર ટક્કર થઈ હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હાલ અકસ્માત સર્જનાર ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. યુએસ સિક્રેટ સર્વિસ ચીફ ઓફ કોમ્યુનિકેશન્સ એન્થોની ગુગલેલમી (Anthony Guglielmi)ના જણાવ્યા અનુસાર આ ઘટના સોમવારે રાત્રે (સ્થાનિક સમય અનુસાર) લગભગ 6 વાગ્યે બની હતી. આ ઘટના સમયે અમેરિકન પ્રમુખ જો બાયડેન (Joe Biden) વ્હાઈટ હાઉસમાં હાજર ન હતા. 

આ પહેલા બાયડેનના કાફલાને ગાડીએ ટક્કર મારી હતી

આ પહેલા ગયા મહિને ડેલાવેરના એક વ્યક્તિએ નશામાં કાર ચલાવતા અમેરિકન પ્રમુખ જો બાયડેનના કાફલાને ટક્કર મારી દીધી હતી. જો કે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે અમેરિકામાં પ્રમુખની ચૂંટણી યોજાવા જઈ રહી છે. અગાઉ વર્ષ 2020માં વ્હાઇટ હાઉસ સ્થિત કેપિટોલ હિલમાં મોટી સંખ્યામાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસક ઘટનાઓને અંજામ આપ્યો હતો.

વ્હાઇટ હાઉસની સુરક્ષામાં મોટી ચૂક, પરિસરના ગેટ સાથે કાર અથડાઈ, ડ્રાઈવરની ધરપકડ 2 - image


Google NewsGoogle News