G20 સમિટમાં બ્રાઝિલના ફર્સ્ટ લેડીએ ઈલોન મસ્કને કહ્યા અપશબ્દ, કહ્યું- હું તારાથી ડરતી નથી
Lady Rosangela da Silva Abused Elon Musk : બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા ડી સિલ્વાની પત્ની અને બ્રાઝિલની ફર્સ્ટ લેડી રોસેન્જેલા ડી સિલ્વા જેને લોકો જાન્જાના નામથી પણ ઓળખે છે. તેમણે ગઈ કાલે આયોજિત G20 સમિટની એક ઇવેન્ટમાં અમેરિકાના અબજોપતિ એલોન મસ્કને અપશબ્દો કહ્યા હતા. આ ઇવેન્ટ દરમિયાન જ્યારે સોશિયલ મીડિયાને નિયંત્રિત કરવાની જરૂરિયાત વિશે વાત થઇ રહી હતી ત્યારે જાન્જાએ આ અપશબ્દોનો ઉપયોગ મસ્ક સામે કર્યો હતો.
શું કહ્યું જાન્જા ડી સિલ્વાએ મસ્કને?
હકીકતમાં જ્યારે જાન્જા લુલા ડી સિલ્વા એક ઇવેન્ટને સંબોધિત કરી રહી હતી. ત્યારે એક વિમાન પસાર થતો હોવાનો અવાજ સંભળાયો હતો. જેને લઈને જાન્જાએ મજાકમાં કહ્યું, 'મને લાગે છે કે તે એલોન મસ્ક છે, અને હું તારાથી ડરથી નથી.' અને પછી તેમણે એલોન મસ્કને અપશબ્દો કહ્યા હતા.
જાન્જાની આ ટિપ્પણી પર મસ્કે આપી પ્રતિક્રિયા
એલોન મસ્કે જાન્જાની આ ટિપ્પણીનો વિડીયો જોઈને એક હંસતું ઈમોજી સાથે પ્રતિક્રિયા આપી હતી. મસ્કે એક બીજી પોસ્ટ શેર કરી લખ્યું હતું કે, 'તે બ્રાઝિલમાં યોજાનારી આગામી ચૂંટણી હારી જશે.' આ વર્ષે મસ્કે સોશિયલ મીડિયા નેટવર્ક 'X'ને એક મહિના માટે બ્રાઝિલમાં સસ્પેન્ડ કરી દીધું હતું. બ્રાઝિલમાં 'X' પર ફેક ન્યૂઝ ફેલાવવાનો આરોપ લાગ્યો હતો.
બ્રાઝિલમાં 'X' પ્લેટફોર્મ પર પ્રતિબંધ
તમને જણાવી દઈએ કે બ્રાઝિલમાં 'X' પ્લેટફોર્મ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ પ્રતિબંધ મૂકવાનું કારણ 'X' પર ફેક ન્યૂઝનો પ્રચાર અને તેને લીધે દેશની લોકશાહી માટે ખતરો ઊભો થઇ રહ્યો હોવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ એલોન મસ્કએ 'X' પર એક પોસ્ટ કરી અને જાણકારી આપી હતી કે, 'X' પ્લેટફોર્મનું અલ્ગોરિધમ કેવી રીતે કામ કરે છે.