હવે આ રુટ દ્વારા અમેરિકા, કેનેડા નહીં જવાય, ભારતીયો સહિત એશિયન નાગરિકોને મોટો ઝટકો!
Brazil will ban entry of Asian Countries Citizens: બ્રાઝિલે અમેરિકા-કેનેડામાં સ્થળાંતર થવાન રુટ તરીકે તેનો ઉપયોગ ન થવા દેવા કમર કસી લીધી છે. આ માટે બ્રાઝિલ ભારત, બાંગ્લાદેશ, વિયેતનામ, ઇન્ડોનેશિયા સહિતના એશિયનોની એન્ટ્રી અટકાવશે. બ્રાઝિલમાં નિરાશ્રિત તરીકે આશ્રય માંગતા લોકોમાં ગયા વર્ષની તુલનાએ 70 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમા ભારતીય નેપાળી કે વિયેતનામી લોકો મુખ્ય છે.
યુએસ-કેનેડામાં સ્થળાંતર રોકવા બ્રાઝિલ ભારત સહિતના એશિયનોને અટકાવશે
આ ઉપરાંત સોમાલિયા, કેમરૂન, ઘાના અને ઇથિયોપિયા જેવા આફ્રિકન દેશોમાંથી નિરાશ્રિત તરીકે આવનારાઓનુ પ્રમાણ 30 ટકા છે. સોમવારથી શરૂ થનારા આ પગલાના લીધે એશિયાના દેશોમાંથી આવતા લોકો પર તેની અસર પડશે. તેઓએ બ્રાઝિલના વિઝા લેવા જરૂરી હોય છે. જો કે તેમાથી અમેરિકન નાગરિકો અને કેટલાય યુરોપીયન દેશોના નાગરિકોને મુક્તિ છે.
આ પણ વાંચો: પાકિસ્તાનમાં પોલીસ પર લૂંટારૂઓ ત્રાટક્યાં, રોકેટ હુમલામાં 11 કર્મચારીઓનાં મોતથી ખળભળાટ
બ્રાઝિલમાં એશિયનોને દસ્તાવેજ વગર પ્રવેશ નહીં
ફેડરલ પોલીસ તપાસ બતાવે છે કે આ વસાહતીઓ આખી ફ્લાઇટ જ બુક કરી લે છે અને સાઉ પાઉલો ઇન્ટરનેશનલ એરપોર્ટથી અન્ય સ્થળે જવા માટે ટીકીટ બુક કરાવે છે અને પછી બ્રાઝિલમાં રોકાઈ જાય છે અને ત્યાંથી અમેરિકા જવા પ્રયત્ન કરે છે. આના પગલે આગામી અઠવાડિયાથી વિઝા વગર આવનારાઓએ તેમના પ્રવાસને પ્લેનમાં જારી રાખવો પડશે અથવા તો તેઓ પોતે જે દેશના છે ત્યાં પરત જવું પડશે.
પુરાવા સૂચવે છે કે વસાહતીઓનો મોટો હિસ્સો અમેરિકા જવા માટે અત્યંત જોખમી રસ્તાનો ઉપયોગ કરે છે. તેઓ સાઓ પાઉલોથી પશ્ચિમી રાજ્ય એકરમાં જાય છે, જેથી તેઓ પેરુમાં જઈ શકે અને પછી ત્યાંથી તેઓ મઘ્ય અમેરિકા સુધી પહોંચે છે અને ત્યાંથી સધર્ન બોર્ડરમાં જઈ શકે છે. જુલાઈમાં એપીની તપાસમાં જોવા મળ્યું હતું કે ભારત અને વિયેતનામના વસાહતીઓ એમેઝોનના રુટનો પણ ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: હાય હાય, આ કેવો પ્રતિબંધ! હવે આ દેશમાં મહિલાઓ જાહેરમાં બોલી પણ નહીં શકે, દંડની જોગવાઈ
બ્રાઝિલને આ વર્ષે 9082 અરજી આશ્રય આપવા માટે મળી
બ્રાઝિલની પોલીસને 15 જુલાઈ સુધીમાં આ વર્ષે આશ્રય માટેની 9084 વિનંતી મળી ચૂકી છે. આ આંકડો 2023ના આંકડા કરતાં બમણો છે અને દાયકાઓમાં સૌથી વઘુ છે.