Get The App

બ્રાઝિલે શી જિનપિંગનો BRI પ્રોજેક્ટ નકાર્યો કહ્યું, 'તે કંઈ ઈન્સ્યુરન્સ પોલીસી નથી'

Updated: Oct 30th, 2024


Google NewsGoogle News
બ્રાઝિલે શી જિનપિંગનો BRI પ્રોજેક્ટ નકાર્યો કહ્યું, 'તે કંઈ ઈન્સ્યુરન્સ પોલીસી નથી' 1 - image


- ચીનનાં વળતાં પાણી શરૂ થઈ ગયા છે ?

- બ્રિક્સ દેશો પૈકી, ભારત પછી બ્રાઝિલે પણ ચીનના બેલ્ટ રોડ ઈનિશ્યેટિવ (BRI) ન સ્વીકારતાં ચીન મુંઝાયુ

નવી દિલ્હી/ બ્રાઝિલીયા : બ્રાઝિલે, બૈજિંગના બેલ્ટ રોડ ઇનિશ્યેટિવ (બીઆરઆઈ)નો સ્વીકાર કર્યો નથી. આ સાથે, બ્રાઝિલ રશિયા, ઇંડીયા, ચાયના અને સાઉથ આફ્રિકાના સમુહ પૈકી પાંચમાંથી બે દેશોએ તો ચીનની પરિયોજના સ્વીકાર્ય ગણી નથી.

મહત્વની વાત તો તે છે કે, ચીનના જ ભારે દેવા નીચે દબાયેલા શ્રીલંકાને પોતાનું હંબર-ટોટા બંદર ચીનને ૯૯ વર્ષના ભાડા પટ્ટે આપી દેવું પડયું હોવા છતાં શ્રીલંકા પણ ચીનના તે છેતરપિંડી ભર્યા બેલ્ટ રોડ ઇનિશ્યેટિવમાં હજી જોડાયું નથી.

વાસ્તવમાં બ્રાઝિલના પ્રમુખ લુલા દે તિસ્બાના આંતરરાષ્ટ્રીય બાબતો વિષેના સલાહકાર સેલ્સો એમોરિઝ પ્રમુખ બુલાને ચીનની આ પરિયોજનામાં જોડાવાની ના કહી દીધી હતી.

બીજી તરફ પાકિસ્તાન તો ચીનનું પીઠ્ઠુ છે. સિયાનથી શરૂ કરી, હોતાન, કાશ્ગર અને યારકંદ થઈ, મધ્ય એશિયામાં થઈ દક્ષિણે ઉત્તરનો ચાયના પાકિસ્તાન, ઇકોનોમિક કોરિડોર (સીપીઈસી) પાકિસ્તાનના કબજા નીચેના કાશ્મીરમાંથી પસાર કરવામાં આવ્યો છે. જે સામે ભારતે સખ્ત વિરોધ નોંધાવ્યો છે. આમ ચીન તેના પાડોશીઓને પજવવા માટે કુખ્યાત છે.

બ્રાઝિલે ચીનના આ બીઆરઆઈમાં ન જોડાવા લીધેલ નિર્ણય પાછળનું મુખ્ય કારણ ચીન પ્રત્યેનો અવિશ્વાસ છે. તે પહેલા જઈ પગ પહોળા કરે તેવું છે. તે બ્રાઝિલ બરોબર જાણે છે. બીજું બ્રાઝિલને બાયડેન વહીવટી તંત્ર સાથે ગાઢ સંબંધ છે તેનાં અર્થતંત્ર માટે પણ અમેરિકા અનિવાર્ય છે. જો બ્રાઝિલ બીઆરઆઈમાં જોડાય તો અમેરિકા નારાજ થાય તે તેને પોસાય તેમ નથી. આથી તેણે બીઆરઆઈમાં જોડાવા ઇન્કાર કર્યો છે.

આ પૂર્વે ગત સપ્તાહે જ બ્રાઝિલના પ્રેસિડેન્ટસના ચીફ ઓફ સ્ટાફ રૂઈ કોરટા બૈજિંગ ગયા હતા. ત્યાં બીઆરઈ વિષે ચર્ચા કરી હતી પરંતુ તેથી તે પ્રભાવિત થયા ન હતા. તેઓએ પણ પ્રમુખને બીઆરઆઈ ન સ્વીકારવા કહ્યું હતું.

ટૂંકમાં હવે ચીનના વળતા પાણી શરૂ થઈ રહ્યા છે એક પછી એક દેશ તેના પ્રભાવમાંથી બહાર જતો જાય છે.


Google NewsGoogle News