બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ, 14નાં મોત, મૃતકોમાં અમેરિકી નાગરિક સામેલ હોવાનો દાવો

ઘટના અમેઝોનના બાર્સેલોસ પ્રાંતમાં બની હતી

અમેઝોનસના ગવર્નર વિલ્સન લીમાએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું

Updated: Sep 17th, 2023


Google NewsGoogle News
બ્રાઝિલમાં મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ, 14નાં મોત, મૃતકોમાં અમેરિકી નાગરિક સામેલ હોવાનો દાવો 1 - image

બ્રાઝિલના અમેઝોનમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયાના અહેવાલ સામે આવ્યા છે. આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 14 લોકોના મોતની માહિતી છે. ઘટના અમેઝોનના બાર્સેલોસ પ્રાંતમાં બની હતી. અમેઝોનસના ગવર્નર વિલ્સન લીમાએ આ મામલે માહિતી આપતા કહ્યું કે અમારે ભારે દુઃખ સાથે જણાવવું પડી રહ્યું છે કે શનિવારે બાર્સેલોસમાં આ વિમાન દુર્ઘટનામાં બે ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યાં હતાં. મારી સંવેદનાઓ પીડિત પરિવારની સાથે છે. 

મૃતકોમાં અમેરિકી નાગરિકો સામેલ હોવાની આશંકા 

આ વિમાન મેનુઆસ એરોટેક્સી એરલાઈન્સનું હતું. કંપનીએ આ મામલે નિવેદન જાહેર કરીને આ દુર્ઘટનાની પુષ્ટી કરતાં કહ્યું કે અમે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. હજુ આ મામલે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. નિવેદનમાં જણાવાયું કે અમે આ મુશ્કેલ ઘડીમાં પીડિત લોકોની પ્રાઈવસીનું સન્માન કરીએ છીએ. અમે તપાસ સાથે જરૂરી માહિતીઓ ઉપલબ્ધ કરાવતા રહીશું. અમુક અહેવાલોમાં મૃતકોમાં અમેરિકી નાગરિક સામેલ હોવાનો દાવો કરાયો છે પણ હજુ સુધી આ દાવાની પુષ્ટી થઈ શકી નથી.


Google NewsGoogle News