બ્રાઝિલમાં ભીષણ અકસ્માત, બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા અત્યાર સુધીમાં 41 લોકોના મોત
Brazil accident : બ્રાઝિલમાં એક બસ અને ટ્રક વચ્ચે ભયંકર અકસ્માત થયું હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 41 જેટલા લોકોના મોત થયા છે. આ ઉપરાંત અનેક લોકો ઇજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેવાલ મુજબ અધિકારીઓએ જણાવ્યું કે, શનિવારે (21 ડિસેમ્બર) સવારે દક્ષિણ-પૂર્વ બ્રાઝિલના એક રાજ્ય મિનાસ ગેરેસમાં એક નેશનલ હાઇવે પર એક મુસાફર બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત થયો હતો.
41 લોકોના મોત
નોંધનીય છે કે, દુર્ઘટના અંગે જાણ થતાં જ બ્રાઝિલના સ્થાનિક ફાયર બ્રિગેડ વિભાગની ટીમો ઘટનાસ્થળ પર બચાવ કામગીરી કરવા પહોંચી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ભયંકર અકસ્માતમાં 41 લોકોના મોત થયા છે. જ્યારે અન્ય લોકો ઇજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ VIDEO: પાકિસ્તાનમાં મોટો આતંકી હુમલો, આત્મઘાતી વિસ્ફોટમાં 17 સૈનિકોના મોત
બસમાં 45 મુસાફરો સવાર હતા
પ્રાથમિક જાણકારી મુજબ, બસ સાઓ પાઓલોથી 45 મુસાફરોને સવાર કરીને નીકળી હતી. જોકે, અચાનક બસના આગળનો ટાયર ફાટી જતા ડ્રાઇવરે બસ પરથી નિયંત્રણ ગુમાવ્યું હતું. જે પેછી બસ એક ટ્રક સાથે અથડાઇ ગઇ હતી. આ ઉપરાંત એક કાર પણ બસથી અથડાઇ હતી, જોકે સદનસીબે કારમાં સવાર ત્રણેય લોકો બચી ગયા હતા. નોંધનીય છે કે, હાલ ઘટનાસ્થળ પર બચાવ કામગીરી ચાલી રહી છે.
આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં 48 કલાકમાં ત્રણ હિન્દુઓ મંદિરો પર હુમલા: તોડફોડમાં મૂર્તિઓ પણ થઈ ખંડિત