બોકસરના એક મુક્કાથી મહિલા બોકસરે રિંગ મેદાન છોડી દીધું, પેરિસ ઓલિમ્પિકમાં જાગ્યો જેન્ડર વિવાદ
ઇમાન ખલીફનો મુકાબલો ઇટલીની એન્જેલા કેરિની સાથે હતો.
મુક્કો સહન ન થતા કેરિનીએ રિંગ છોડીને હાર સ્વીકારી લીધી
પેરિસ,૧ ઓગસ્ટ,૨૦૨૪,ગુરુવાર
પેરિસમાં રમતના કુંભ ગણાતા વિશ્વ ઓલિમ્પિકસના છઠા દિવસે જેન્ડર વિવાદ સર્જાયો હતો. આ વિવાદ અલ્જીરિયાની વિવાદાસ્પદ મહિલા બોકસર ઇમાન ખલીફને લઇને થયો હતો. ૧ ઓગસ્ટના રોજ પહેલા બોકસિંગ મુકાબલામાં જ તેના જેન્ડર અંગે વિવાદ ઉભો થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ઇમાન ખલીફનો મુકાબલો ઇટલીની એન્જેલા કેરિની સાથે હતો. જે માત્ર થોડીક સેકન્ડો માટે જ ચાલ્યા હતા.
ઇમાને એક મુક્કો માર્યો જે સહન ન થતા કેરિનીએ રિંગ છોડીને હાર સ્વીકારી લીધી હતી. રિંગ મેદાન છોડી દેતા ઇમાન ખલીફને જીત મળી હતી. ૬૬ કિલોગ્રામ ભાર વર્ગનો મુકાબલો માત્ર ૪૬ સેક્ન્ડ ચાલ્યો હતો. આ મુકાબલો જેન્ડર વિવાદના પગલે મર્દ અને મહિલા વચ્ચે થયો હોવાની અટકળો થઇ રહી છે. અગાઉ વર્ષ ૨૦૨૩માં ઇમાન ખલીફને ૨૦૨૩માં બોકસિંગ વિશ્વ ચેમ્પિયનશીપના ગોલ્ડ મેડલ મુકાબલાના થોડાક કલાક પહેલા જ અયોગ્ય હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
આંતરરાષ્ટ્રીય મુક્કાબાજી એસોસિએશન (આઇબીએ)ના પાત્રતા નિયમો અનુસાર એકસ વાય રંગસૂત્રવાળા એથલેટોનેમહિલાઓની બોકસિંગ સ્પર્ધામાં ભાગ લેવા દેવામાં આવતા નથી જો કે પેરિસ ઓલિમ્પિકની સ્પર્ધા માટે નિયમો મુજબ સ્પર્ધા માટે પ્રવેશ મળ્યો હતો. આ મુકાબલા અંગે સોશિયલ મીડિયામાં લોકો જાત ભાતની પ્રતિક્રિયા આપી રહયા છે. કેટલાક પુરુષ બોકસરની મહિલા બોકસર સાથેની મેચ ગણીને ટીકા કરી રહયા છે.આ અંગે પેરિસ ઓલ્મિપિકસ કમિટી દ્વારા કોઇ જ ખુલાસો કરવામાં આવ્યો નથી.