'સેક્સ સ્કેન્ડલ' બહાર પડી જતાં જાપાનના માતબર ફુજી ટીવીના બોસીઝને રાજીનામાં આપવા પડયાં
- માસાહીરો નકાઈ, કોઇચી મીનાટો અને શુજી કેનોહને ફુજી ટીવી છોડવું પડયું, મેકડોનાલ્ડ, ટૉઓટાએ એડ બંધ કરી હતી
નવીદિલ્હી, ટોક્યો : જાપાનની ખ્યાતનામ અને માતબર પ્રસારણ કંપની ફુજી ટેલીવિઝનના ચેરમેન અને પ્રેસિડેન્ટ માસાહીરો નાકાઈએ સોમવારે તેઓના પદનું ત્યાગપત્ર આપ્યું હતું. કારણ કે તેઓ ઉપર સેક્સ સ્કેન્ડલના આક્ષેપો હતા. આ માસાહીરો નકાઈ એક સમયે ટીવી હોસ્ટ પણ હતા, અને પોપ મેગાસ્ટાર પણ હતા. જાપાનના એક જાણીતાં ટેબ્લોઇડે ૫૨ વર્ષના નાકાઇએ ૨૦૨૩માં એક યુવતીની મંજૂરી સિવાય, તેની સાથે સમાગમ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે. સાથે જણાવ્યું છે કે, ફુજી ટીવીમાં કામ કરતી તે યુવતીને પછીથી હશમની તરીકે ૯૦ મિલિયન યેન (ડોલર ૫,૭૦,૦૦૦) આપવા પડયા હતા.
આ ઉપરાંત ફુટી ટીવીના પ્રેસિડેન્ટ કોઇચી મિનાટો, તેમજ ચેરમેન શુજી કેનોહને પણ એક યા બીજા સેક્સ સ્કેન્ડલ માટે ત્યાગપત્રો આપવાં પડયાં હતા.
આ પછી તે ટીવી ચેનલના સ્ટાફે તે અહેવાલોને છાવરવા ઘણા પ્રયત્નો કર્યા છતાં તે બહાર પડી જતાં ફુજી ટીવીને સૌથી વધુ જાહેર ખબરો આપનાર મેકડોનાલ્ડ તથા ટોયોટા જેવી કંપનીઓએ જાહેર ખબરો આપવી બંધ કરી હતી.
આ પૂર્વે એક સ્થાનિક મીડિયાએ આ મહિનાની શરૂઆતમાં જણાવ્યું હતું કે, નકાઈ એક યુવતીને મળ્યાં હતા. તેઓની મીટીંગ નકાઈનાં ઘરે જ થઇ હતી. સંભવત: તે સમયે તેઓનાં ઘરમાં તેમની સિવાય કોઇ હાજર નહીં હોય, તો જ તે બની શકે. તે તકનો લાભ લઇ નકાઈએ 'દુર્વ્યવહાર' કર્યો હોવાના આક્ષેપો છે.
આ ઉપરાંત બીજા પણ આક્ષેપો છે જે નકાઇએ નકારી કાઢ્યા છે. તે જે હોઇ તે પરંતુ જાપાનની એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી ઉપર આવા કલંકો લાગી રહ્યા છે તે ઘણી ગંભીર બાબત છે.