VIDEO : બલૂચિસ્તાનમાં શ્રમિકો ભરેલા ટ્રકમાં પ્રચંડ વિસ્ફોટ, 11ના મોત, અનેક ઈજાગ્રસ્ત
Balochistan Blast : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ફરી પ્રચંડ વિસ્ફોટ થયો છે. આતંકવાદીઓએ કોલસાની ખાણ કામ કરતા શ્રમિકોને લઈ જઈ રહેલા વાહનને નિશાન બનાવી બોંબ વિસ્ફોટ કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 11ના મોત થયા છે. આ પહેલા પણ અહીં અનેક વખત વિસ્ફોટ થઈ ચુક્યા છે.
ઘટના સ્થલે જ 11 લોકોના મોત
મીડિયા રિપોર્ટ મુજબ બલુચિસ્તાનના હરનઈમાં ભાયનક વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે, એક ટ્રકમાં કોલસાની ખાણમાં કામ કરતા શ્રમિકો ખાણ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન રિમોર્ટ દ્વારા વાહનમાં ભયાનક વિસ્ફોટ કરવામાં આવ્યો છે, જેમાં ઘટના સ્થળે જ 11 લોકોના મોત થયા છે. ઘટનામાં છ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને તાત્કાલીક સ્થાનીક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
રિમોટથી કરાયો બ્લાસ્ટ
એક અધિકારીએ કહ્યું કે, આતંકવાદીઓએ રિમોર્ટથી વિસ્ફોટ કર્યો હતો. હાલ કોઈપણ જૂથે આ હુમલાની જવાબદારી લીધી નથી. આ વિસ્તારના નાયબ કમિશનર હજરત વલી આગાએ કહ્યું કે, જ્યારે વિસ્ફોટ થયો, ત્યારે ટ્રકમાં 11 શ્રમિકો સવાર હતા.
બલૂચિસ્તાનમાં અવાર-નવાર વિસ્ફોટોની ઘટના
સ્થાનીક હોસ્પિટલના એક ડૉક્ટરે કહ્યું કે, ઈજાગ્રસ્તોમાં બેની હાલત ગંભીર છે. ખાણ સમૃદ્ધ બલૂચિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાનની સરહદ પાસે આવેલી છે. અલગાવવાદી જાતીય બલૂચ જૂથો દ્વારા અહીં અવારનવાર હુમલાઓ અને વિસ્ફોટો કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં ઈસ્લામી આતંકવાદી પણ સક્રિય છે. પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સેના અને પોલીસની બર્બતા વિરુદ્ધ સ્થાનીક લોકો ગુસ્સે થયેલા છે, જેના કારણે અહીં સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે અવારનવાર લોહીયાળ અથડામણ થતી રહે છે.
આ પણ વાંચો : રશિયાએ યુક્રેનના પરમાણુ પ્લાન્ટ પર ડ્રોન હુમલો કર્યો, ઝેલેન્સ્કીનો મોટો દાવો
અગાઉ સેના-બળવાખોરો અથડાણમાં 41ના મોત થયા હતા
આ પહેલા પહેલી ફેબ્રુઆરીએ સેના અને બળવાખોરો વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી, જેમાં પાકિસ્તાની સેનાના 18 જવાનોને મોત થયા હતા. અથડામણમાં 23 બળવાખોરોના પણ મોત થયા હતા. આ ઉપરાંત બલૂચોએ હાઈવે પર પણ કબજો કરી લીધો હતો, જેના કારણે સેના લાચાર બની ગઈ હતી.
બલૂચ લોકો સરકાર-આર્મીના વિરોધમાં
અશાંત બલૂચિસ્તાન પ્રાંતમાં અવારનવાર હિંસક ઘટનાઓ બનતી રહે છે. બલૂચિસ્તાનના લોકો શાહબાજ શરીફ સરકાર, પાકિસ્તાન આર્મી અને સ્થાનીક પોલીસની દમનકારી નીતિઓ વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહે છે. એવું કહેવાય છે કે, બલુચ લિબરેશન આર્મી (બીએલએ) અને પાકિસ્તાન સુરક્ષા દળો વચ્ચે હાલમાં થયેલી અથડામણ અત્યાર સુધીની સૌથી મોટી ઘટના છે.