Get The App

પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોને ઈજા

Updated: Mar 14th, 2025


Google News
Google News
પાકિસ્તાનમાં જુમ્માની નમાજ દરમિયાન મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ, અનેક લોકોને ઈજા 1 - image


Bomb blast at mosque in Pakistan : પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનમાં શુક્રવારે જુમ્માની નમાજ દરમિયાન એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના જિલ્લા વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય ત્રણ લોકોને સામાન્ય ઇજાઓ થઈ હતી.

શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ કરાયો

ધ ડોનના અહેવાલ મુજબ, જિલ્લા પોલીસ અધિકારી (ડીપીઓ) આસિફ બહાદુરે જણાવ્યું હતું કે વિસ્ફોટ આઝમ વારસક બાયપાસ રોડ પર મૌલાના અબ્દુલ અઝીઝ મસ્જિદમાં થયો હતો. બપોરે 1:45 વાગ્યે, મસ્જિદના વ્યાસપીઠમાં એક ઇમ્પ્રુવાઇઝ્ડ વિસ્ફોટક ઉપકરણ (IED) મૂકવામાં આવ્યું હતું, જે શુક્રવારની નમાજ દરમિયાન વિસ્ફોટ કરવામાં આવ્યું હતું.

ત્રણને ઈજા, પોલીસ તપાસ શરૂ

ડીપીઓના જણાવ્યા અનુસાર, અન્ય ત્રણ ઘાયલ વ્યક્તિઓની ઓળખ રહેમાનઉલ્લાહ, મુલ્લા નૂર અને શાહ બહેરાન તરીકે થઈ છે. બધા ઘાયલોને તાત્કાલિક જિલ્લા મુખ્યાલયની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે વિસ્ફોટ સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે અને પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓ આ ઘટના પાછળના સંભવિત હુમલાખોરોને શોધવામાં વ્યસ્ત છે.

આ પણ વાંચો : અમેરિકામાં હવે ગ્રીન કાર્ડ ધારકો મુશ્કેલીમાં ! ઉપરાષ્ટ્રપ્રમુખે કહ્યું, ‘જો આવી ભૂલ કરશો તો ગ્રીન કાર્ડ રદ થઈ શકે છે’

કેપીમાં મસ્જિદો પર શ્રેણીબદ્ધ હુમલાઓ

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અગાઉ પણ ઘણી વખત મસ્જિદોને નિશાન બનાવવામાં આવી છે, ખાસ કરીને શુક્રવારની નમાજ દરમિયાન જ્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થાય છે.

આ પણ વાંચો : ભારત વિરુદ્ધ ટ્રમ્પનો ટેરિફ અમેરિકન્સ માટે બનશે ગળાની ફાંસ, દવાઓ મોંઘી થવાની શક્યતા

Tags :
PakistanMosque-BlastKhyber-PakhtunkhwaMaulana-Abdul-Aziz

Google News
Google News