કેનેડામાં પંજાબી સિંગર એ.પી.ધિલ્લોનના ઘર બહાર ફાયરિંગ, લૉરેન્સ બિશ્નોઈ-રોહિત ગોદારની ગેંગનો હાથ
Punjabi Singer AP Dhillon Firing : કેનેડામાં ઈન્ડો-કેનેડિયન રેપર, સિંગર અને પંજાબી મ્યુઝિકની દુનિયાના જાણીતા રેકોર્ડ પ્રોડ્યૂસર એ.પી.ધિલ્લોના ઘર બહાર ફાયરિંગ થવાની ઘટના સામે આવી છે. ઘણા અહેવાલોમાં દાવો કરાયો છે કે, કેનેડાના વાનકુરમાં તેમના ઘર બહાર પહેલી સપ્ટેમ્બરના રોજ ગોળીબાર થયો છે, જેની માહિતી હવે સામે આવી છે. હાલ સત્તાવાર પુષ્ટીની રાહ જોવાઈ રહી છે.
ફાયરિંગ પાછળ ગોલ્ડી બરાડની ગેંગનો હાથ
મીડિયા રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વીડિયો પણ સામે આવ્યો છે. હાલ વીડિયોના આધારે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા હતી કે, ફાયરિંગ પાછળ ગોલ્ડી બરાડની ગેંગનો હાથ છે. જોકે લૉરેન્સ બિશ્નોઈ (Lawrence Bishnoi) અને રોહિત ગોદાર (Rohit Godar)ની ગેંગે ફાયરિંગની જવાબદારી લીધી છે.
ફેસબુક પર પોસ્ટ વાયરલ
ધિલ્લોનના ઘર બહાર થયેલા ફાયરિંગની ઘટનાએ સૌને ચોંકાવી દીધા છે. તેમના ઘર બહાર કેટલાક અજાણ્યા હુમલાખોરોએ ઘટનાને અંજામ આપ્યો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ અને રોહિતની ગેંગે લીધી હોવાનો દાવો એક વાયરલ પોસ્ટમાં કરાયો છે. આ ફેસબુક પોસ્ટમાં લખાયું છે કે, ‘રામ રામજી તમામ ભાઈઓ... અમે પહેલી સપ્ટેમ્બરના રોજ કેનેડામાં બે સ્થળે ફાયરિંગ કર્યું છે, જેમાં એક વિક્ટોરિયા આઈલેન્ડ અને બીજું વુડબ્રિજ ટોરોન્ટોમાં ફાયરિંગ કર્યું છે. હું રોહિત ગોદાર (લોરેન્સ બિશ્નોઈ ગેંગ) આ ફાયરિંગની જવાબદારી લવ છું. વિક્ટોરિયા આઈલેન્ડમાં આવેલું મકાન એપી ઢિલ્લોનું છે. આ મોટી ફિલિંગ લઈ રહ્યો છે. અમે સલમાન ખાનની ગીલ મામલે ફાયરિંગ કર્યું હતું. તેણે બહાર આવવું હતું અને એક્શન કરવી હતી. તમે જે અંડરવર્લ્ડ લાઈફની કોફી કરો છે, તે લાઈફ અમે ખરેખરે જીવી રહ્યા છીએ. પોતાની ઓકાતમાં રહો, નહીં તો કુતરાની મોતે મરશો.’