Get The App

આતંકીઓએ ઘરોમાં ઘૂસીને 100 લોકોની કરી ક્રૂરતાપૂર્વક હત્યા, આ દેશમાં બજારમાં ખુલ્લેઆમ ગોળીબાર

Updated: Sep 5th, 2024


Google NewsGoogle News
Boko Haram Terrorists


Boko Haram Terrorists: બોકો હરમના આતંકવાદીઓએ ઉત્તર-પૂર્વ નાઈજીરિયામાં નરસંહાર કર્યો છે. બુધવારે સ્થાનિક રહેવાસીઓએ દાવો કર્યો હતો કે આતંકવાદીઓએ બજાર અને લોકોના ઘરો પર ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 100 લોકો માર્યા ગયા હતા. યોબે પોલીસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 50થી વધુ આતંકવાદીઓ રવિવારે સાંજે યોબે રાજ્યના તારમુવા કાઉન્સિલ વિસ્તારમાં મોટરસાઇકલ પર પ્રવેશ્યા હતા અને ઇમારતોને આગ લગાડતા પહેલા ગોળીબાર કર્યો હતો.

બોકો હરમ શું છે?

બોકો હરમ એક આતંકવાદી જૂથ છે, જેની સ્થાપના 2002માં થઈ હતી. તેનો હેતુ નાઇજીરીયામાં શરિયા કાયદાનો અમલ કરવાનો અને પશ્ચિમી શિક્ષણનો વિરોધ કરવાનો છે. આ જૂથે છેલ્લા 10 વર્ષમાં હજારો લોકોની હત્યા કરી છે, જ્યારે લાખો લોકોને તેમના ઘર છોડીને વિસ્થાપિત થવું પડ્યું છે. બોકો હરમ માત્ર ગ્રામીણ વિસ્તારોમાં જ નહીં, પરંતુ શાળાઓ અને ધાર્મિક સ્થળો પર પણ હુમલા કરે છે. 

એક જ ગામના 34 લોકોની હત્યા

યોબેના ડેપ્યુટી ગવર્નર ઈદી બાર્ડે ગુબાનાએ રવિવારના હુમલામાં 34 લોકના મૃત્યુ થયાની જાણકારી આપી હતી. અત્યાર સુધીમાં કુલ 102 લોકોના મોત થયા છે. અધિકારીઓના આગમન પહેલા મોટાભાગના લોકોને દફનાવવામાં આવ્યા હતા અથવા તેમના મૃતદેહને દફનાવવા માટે અન્ય સ્થળોએ લઈ જવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમેરિકાને લજવતી ઘટના, હાઈસ્કૂલમાં અંધાધૂંધ ગોળીબાર, 4 લોકોનાં મોત, 30થી વધુ ઈજાગ્રસ્ત

ઘણા લોકોનો પતો નથી 

આ સમુદાયના નેતાએ જણાવ્યું હતું કે, ઘણા લોકો ગાયબ હોવાથી  અમે હજુ પણ લોકોને શોધી રહ્યા છીએ. રવિવારે યોબે,અ થયેલો હુમલો ગયા વર્ષે થયેલા હુમલા કરતા વધુ ઘાતક હતો. તેમજ સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે આતંકવાદીઓએ હુમલાની જવાબદારી સ્વીકારી હતી, અને કહ્યું હતું કે, આ ગ્રામીણો દ્વારા સુરક્ષા કર્મચારીઓને અમારી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા બદલ બદલો લેવામાં આવ્યો છે.

આતંકીઓએ ઘરોમાં ઘૂસીને 100 લોકોની કરી ક્રૂરતાપૂર્વક હત્યા, આ દેશમાં બજારમાં ખુલ્લેઆમ ગોળીબાર 2 - image


Google NewsGoogle News