અતિ વજન જાણવા બોડી માસ ઇન્ડેક્ષ (BMI) પુરતો નથી- નવું સંશોધન
હાલમાં ઉંચાઇ અને વજનના આધારે બીએમઆઇ પ્રચલિત છે
કલીનિકલ ઓબેસિટી જેમાં બીજા સંકેતોનો પણ સમાવેશ થાય છે.
ન્યૂયોર્ક, ૧૮ જાન્યુઆરી,૨૦૨૫,શનિવાર
ઓબેસિટી એટલે કે જાડાપણાની બીમારીથી દુનિયામાં ૧ અબજ કરતા પણ વધુ લોકો પરેશાન છે. અમેરિકી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેંશન (સીડીસી)ના જણાવ્યા અનુસાર દેશમાં અંદાજે ૪૦ ટકા લોકોના શરીરનું વજન વધારે છે. વિશ્વમાં ૫૦ લાખ કરતા વધુ લોકોના મુત્યુ અતિ વજનના લીધે થાય છે. શરીરનું વજન વધારે હોય ત્યારે વિવિધ પ્રકારની જટિલતા અને બીમારીઓ શરીરમાં આવતી હોય છે. એક વ્યકિતનું આદર્શ વજન કેટલું હોવું જોઇએ તે ઉંચાઇ અને વજનના આધારે નકકી કરવામાં આવે છે જેમાં બીએમઆઇ (બોડી માસ ઇન્ડેક્ષ) ખૂબજ મહત્વનો માનવામાં આવતો હતો.
અલબત બીએમઆઇ આંકના આધારે જાડાપણુ નકકી થતું હતું હવે આમાં ફેરફાર કરીને કમરનું માપ પણ જોડવામાં આવ્યું છે. વૈજ્ઞાાનિકોને લાગે છે કે અતિ વજનની સમસ્યા જાણવા માટે બોડી માસ ઇન્ડેક્ષ પુરતો નથી. એક કલીનિકલ ઓબેસિટી જેમાં બીએમઆઇ અને બીજા સંકેતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત હ્વદયની બીમારી, હાઇ બ્લડ પ્રેશર, લિવર કે કિડનીની સમસ્યા અથવા તો ઘુંટણ અને થાપામાં ગંભીર દર્દ જેવી સમસ્યાનો સમાવેશ થાય છે. આવા લોકોને ડાયટ, એકસરસાઇઝ અને મોટાપાની દવાઓ અને સારવાર જરુરી ગણવામાં આવે છે.
બીજા વર્ગમાં પ્રિ કલીનિકલી મોટાપા જેમાં એવા લોકો સામેલ છે જેને બીમારીઓ થવાનો ખતરો છે પરંતુ હાલમાં કોઇ જ સમસ્યા નથી.બીએમઆઇ અંગે નિષ્ણાતો અને તબીબોમાં ખૂબજ મતભેદો જોવા મળે છે. અત્યાર સુધી ૩૦ બીએમઆઇને ઓબેસિટી ગણવામાં આવતી હતી. કયારેક એવું પણ બને છે કે વધારે વિકસિત માસપેશીઓના લીધે બીએમઆઇ વધારે આવે છે. ફૂટબોલ જેવી રમતના ખેલાડીઓ સાથે આવું બનતું હોય છે. આ નવી પરિભાષાને દુનિયા ભરના ૭૫થી વધુ મેડિકલ સંગઠનોએ મંજુરી આપી દીધી છે. જો કે આ સર્વ સ્વીકૃત બનવામાં સમય લાગી શકે છે.