Get The App

80 પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી, 40 પાકિસ્તાનીના મોતથી હડકંપ

Updated: Jan 17th, 2025


Google News
Google News
80 પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી, 40 પાકિસ્તાનીના મોતથી હડકંપ 1 - image

Represantative Image 



40 Pakistani Died in Boat Accident | પાકિસ્તાને ગુરુવારે જણાવ્યું હતું કે સ્પેન પહોંચવાનો પ્રયાસ કરી રહેલી 80 પ્રવાસીઓને લઈ જતી એક બોટ મોરોક્કો નજીક પલટી ગઈ હતી, જેમાં 40 થી વધુ પાકિસ્તાની નાગરિકોના મોત થયા હતા. પ્રવાસી અધિકાર જૂથ વૉકિંગ બોર્ડર્સે જણાવ્યું હતું કે બોટ પલટી જતાં 50 થી વધુ લોકો ડૂબી ગયા હતા.

મોરક્કન અધિકારીઓએ આપી માહિતી 

2 જાન્યુઆરીના રોજ મોરિટાનિયાથી નીકળ્યા બાદ 66 પાકિસ્તાનીઓ સહિત 86 પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી ગયા બાદ મોરક્કન અધિકારીઓએ 36 લોકોને બચાવ્યા હતા. વૉકિંગ બોર્ડર્સના સીઈઓ હેલેના માલેનોએ X પર જણાવ્યું હતું કે ડૂબી ગયેલા 44 લોકો પાકિસ્તાનના હોવાનું માનવામાં આવે છે.  

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે જાહેર કર્યું નિવેદન 

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોરક્કોમાં તેનું દૂતાવાસ સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છે. 'રબાત (મોરોક્કો) માં અમારા દૂતાવાસે અમને જાણ કરી છે કે મોરિટાનિયાથી રવાના થયેલી 80થી વધુ મુસાફરોને લઈને એક બોટ મોરક્કોના દાખલા બંદર નજીક પલટી ગઈ છે, જેમાં ઘણા પાકિસ્તાની નાગરિકોનો સમાવેશ થાય છે.' હાલમાં પાકિસ્તાનીઓ સહિત ઘણા બચી ગયેલા લોકો દાખલા નજીકના એક કેમ્પમાં આશ્રય મેળવી રહી રહ્યા છે.80 પ્રવાસીઓને સ્પેન લઈ જતી બોટ મોરક્કો નજીક પલટી, 40 પાકિસ્તાનીના મોતથી હડકંપ 2 - image



Tags :
boat-migrantsspain-capsizedmorocco-pakistani-citizens40-Pakistani-Died

Google News
Google News