શિખ અલગતાવાદી પન્નુનની હત્યાના પ્રયાસ સંબંધે તપાસ સમિતિ રચવા ભારતના નિર્ણયને બ્લિનકેને આવકાર્યો
- સારો અને યોગ્ય નિર્ણય : અમેરિકાના વિદેશ મંત્રી
- આ મેટર સબ જ્યુડીસ હોવાથી હું તે વિષે વધુ કહી ન શકું તે તમે સમજો જ છો અમેરિકામાં વિદેશ મંત્રીએ પત્રકારોને સ્પષ્ટ જણાવ્યું
વોશિંગ્ટન : શિખ અલગતાવાદી પન્નુનની હત્યાના નિષ્ફળ પ્રયાસમાં ભારતના એક વરિષ્ઠ અધિકારી પણ સંડોવાયેલા છે તેવા અમેરિકાની આંતરિક જાસૂસી સંસ્થા ફેડરલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (એફબીઆઈએ) કરેલા આક્ષેપો સંબંધે ભારતે તપાસ સમિતિ નીમવાનો કરેલો નિર્ણય સારો છે અને યોગ્ય પણ છે. તેમ અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બિલન્કેને તલ અવિવ જતાં વિમાનમાં તેઓની સાથે રહેલા પત્રકારોને જણાવ્યું હતું. આ સાથે તેઓએ કહ્યું હતું કે (ભારત) સરકારે આજે જાહેર કર્યું છે કે તે પણ આ ઘટના અંગે તપાસ કરી રહી છે, તે એક સારી વાત છે અને તે પગલું યોગ્ય પણ છે.
બુધવારે મેનહટન (ન્યુયોર્ક)ની એક અદાલતમાં એફબીઆઈએ રજૂ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારતના એક ઉચ્ચ અધિકારીએ કોઈ એકને પન્નુનનું કામ તમામ કરી નાખવા અન્ય અધિકારીએ જણાવ્યું જેણે કોઈને પન્નુનની હત્યા કરવા માટે સારી એવી રકમની લાલચ આપી, રોક્યો હતો. (આ અધિકારીઓનાં નામ રજૂ કરેલી ફરિયાદમાં જણાવાયાં હશે, પરંતુ તે જાહેર કરાયા નથી) તેમ અમેરિકી સત્તાવાળાઓએ બુધવારે મેનહટન કોર્ટ (ન્યુયોર્કની કોર્ટ)માં 'અજ્ઞાાત' વ્યક્તિ ઉપર આરોપનામું પણ મૂક્યું હતું.
આ સંબંધે વિમાનમાં સાથે રહેલા પત્રકારોએ એન્ટની બ્લિન્કેનને આગળ પ્રશ્નો પૂછતાં તેઓએ કહ્યું, જુઓ આ મેટર અત્યારે સબજ્યુડીશ (કોર્ટમાં ચાલી રહેલી) છે. તેથી હું તે વિષે આથી વધુ કશું કહી જ ન શકું તે તો તમે સમજો જ છો.
આમ કહી અમેરિકાના વિદેશ મંત્રીએ આ મેટર ઉપર ઘડ વાળી દીધી હતી.