Get The App

રિમોટ કન્ટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મી સહિત 16 ઘાયલ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
રિમોટ કન્ટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મી સહિત 16 ઘાયલ 1 - image


Pakistan Bomb Blast News | પાકિસ્તાનથી ફરી હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવ્યા છે. ત્યાં અવારનવાર બોમ્બ વિસ્ફોટ કે આતંકી હુમલાઓની ઘટનાઓ તો બનતી જ રહે છે ત્યારે તાજેતરના કેસમાં દક્ષિણ પશ્ચિમ ક્ષેત્રમાં શનિવારે એક જોરદાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ હુમલામાં બે બાળકો સહિત કુલ 3 લોકો મૃત્યુ પામી ગયા જ્યારે અન્ય 16 લોકો ઘવાયા હતા જેમાં 7 પોલીસકર્મી પણ સામેલ હતા.

 

રિમોટ કન્ટ્રોલ આધારિત બોમ્બથી વિસ્ફોટ 

પ્રાથમિક અહેવાલો અનુસાર રિમોટ કન્ટ્રોલ આધારિત બોમ્બથી વિસ્ફોટ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. આ બોમ્બને એક બાઈક પર ફિટ કરી દેવામાં આવ્યો હતો. આ બાઈકને દક્ષિણ પાકિસ્તાનના પિશિનમાં પોલીસ હેડક્વાર્ટરની નજીક જ પાર્ક કરી દેવામાં આવ્યું હતું. 

હજુ કોઈએ હુમલાની જવાબદારી સ્વીકારી નથી... 

હુમલાને ધ્યાનમાં રાખી પાકિસ્તાનના આતંકવાદ વિરોધી વિભાગ અને બોમ્બ સ્ક્વૉડે ઘટનાસ્થળની  મુલાકાત લીધી હતી. જોકે હજુ સુધી આ હુમલો કોણે કર્યો તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી અને કોઈ સંગઠને પણ જવાબદારી સ્વીકારી નથી. પરંતુ એવુ મનાય છે કે આ ક્ષેત્રમાં નાગરિકો અને સુરક્ષાદળોને નિશાન બનાવનારાના ભાગલાવાદી જૂથોની વધતી જતી હિંસાને કારણે જ આ હુમલો કરાયો હોઈ શકે છે. 

રિમોટ કન્ટ્રોલ દ્વારા બોમ્બ વિસ્ફોટમાં 2 બાળકોનાં મોત, 7 પાકિસ્તાની પોલીસકર્મી સહિત 16 ઘાયલ 2 - image


Google NewsGoogle News