Get The App

ગુજરાતમાં BJPને મળેલી જીતની પાકિસ્તાનમાં ચર્ચા, 2024ની ચૂંટણી અંગે કરી આ મોટી ભવિષ્યવાણી

Updated: Dec 10th, 2022


Google News
Google News
ગુજરાતમાં BJPને મળેલી જીતની પાકિસ્તાનમાં ચર્ચા, 2024ની ચૂંટણી અંગે કરી આ મોટી ભવિષ્યવાણી 1 - image


ઈસ્લામાબાદ, તા. 10 ડિસેમ્બર 2022 શનિવાર 

પાકિસ્તાનમાં હાલ ચારેબાજુ ગુજરાત વિધાનસભાના પરિણામ અને પીએમ મોદીની ચર્ચા ચાલી રહી છે. ગુજરાતમાં ભાજપને કેટલી બેઠકો મળી? આ જીતથી કેટલા રેકોર્ડ બન્યા? આ વિશે પાકિસ્તાનીઓને સંપૂર્ણ માહિતી છે. ઈસ્લામાબાદના આ રસનું કારણ શુ છે? ગુજરાતના ઐતિહાસિક પરિણામ જોઈને પાકિસ્તાનને PoK વાળો ડર કેમ સતાવી રહ્યો છે?

પાકિસ્તાની એક્સપર્ટે કહ્યુ, ગુજરાતમાં પીએમ મોદીને લેન્ડસ્લાઈડ વિક્ટ્રી મળી છે. તેઓ 7મી વખત હોમ સ્ટેટ જીતી ગયા છે. સમગ્ર દુનિયામાં તેમની લોકપ્રિયતા ઉચ્ચ છે. 2024ના ઈલેક્શનમાં પીએમ મોદી, ઈકોનોમી પર પોતાની વાત મૂકવાની સાથે જનતાને સમજાવશે કે આપણે વિશ્વમાં ક્યાં છીએ. 

2022માં પીએમ મોદીની ભવ્ય જીત જોઈને પાકિસ્તાન ભયભીત છે. પાકિસ્તાનમાં ગુજરાતના ઈલેક્શન રિઝલ્ટ પર ચર્ચા થઈ રહી છે. વડાપ્રધાન મોદી અને ભાજપની જીત કેટલી મોટી છે. કયા-કયા ચૂંટણી રેકોર્ડ તૂટ્યા. આની ઈસ્લામાબાદ પર શુ અસર પડશે. આની ચર્ચા પાકિસ્તાનમાં અત્યાર સુધી ચાલુ છે. 

ગુજરાતમાં BJPને મળેલી જીતની પાકિસ્તાનમાં ચર્ચા, 2024ની ચૂંટણી અંગે કરી આ મોટી ભવિષ્યવાણી 2 - image

પાકિસ્તાનના અખબારોમાં ચર્ચા

પાકિસ્તાનમાં હોબાળો મચી ગયો છે કે હિન્દુસ્તાનમાં પીએમ મોદીએ ઈલેક્શનના રેકોર્ડ તોડી દીધા. પીએમ મોદી મજબૂત થઈ રહ્યા છે. ઈન્ડિયાની સરકાર સોલિડ છે. ભારતની ઈકોનોમી હવે વધુ મજબૂત થશે. પાકિસ્તાન માટે આ સમાચાર બિલકુલ સારા નથી. પાકિસ્તાની અખબારે પણ પોતાના એક આર્ટિકલમાં લખ્યુ છે કે ગુજરાતમાં મોદીનું મેજિક તેમની પાર્ટી માટે કામ કરી ગયુ. 

પાકિસ્તાનના વધુ એક અખબારે ગુજરાતના પરિણામ આવ્યા પહેલા જ હેડલાઈન બનાવી દીધી હતી કે ભાજપને ગુજરાતમાં ઐતિહાસિક જીત મળવાની છે. અખબારે લખ્યુ કે 1995થી લઈને અત્યાર સુધી ભાજપને ગુજરાતમાં દરેક ઈલેક્શનમાં જીત મળી છે અને 2014માં પ્રાઈમ મિનિસ્ટર બન્યા પહેલા મોદી પણ 13 વર્ષ સુધી ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા. 

ગુજરાતમાં BJPને મળેલી જીતની પાકિસ્તાનમાં ચર્ચા, 2024ની ચૂંટણી અંગે કરી આ મોટી ભવિષ્યવાણી 3 - image

પાકિસ્તાનમાં અત્યારથી જ 2024ની ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શુ પીએમ મોદી 2024નું ઈલેક્શન જીતી જશે? એવુ થયુ તો પાકિસ્તાનનું શુ થશે? પાકિસ્તાની એનાલિસ્ટ પણ હવે આ વિશે વિચારી રહ્યા છે. પાકિસ્તાનીઓને ભારતની પ્રગતિ અને મોદીની મજબૂતીથી ડર લાગે છે. ઈસ્લામાબાદનો વિચાર એ છે કે પીએમ મોદીનું ભારત સતત મજબૂત થઈ રહ્યુ છે અને શહબાજનું પાકિસ્તાન દરરોજ મજબૂર થઈ રહ્યુ છે. 

પાકિસ્તાનમાં પીએમ મોદીના ડરનું કારણ પીઓકે એટલે કાશ્મીરનો તે ભાગ જેની પર પાકિસ્તાને જબરદસ્તી કબ્જો કરીને રાખ્યો છે. પીએમ મોદીથી લઈને રક્ષામંત્રી રાજનાથ સુધી સૌએ PoK પર પાકિસ્તાનને ચેતવણી આપી છે. ઘણીવાર પીઓકેમાં પાકિસ્તાન વિરુદ્ધ પ્રદર્શન થાય છે. શહબાજ શરીફ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થાય છે. દરમિયાન ગુજરાતમાં ભાજપની જીત બાદ પાકિસ્તાનમાં પીઓકેને મુદ્દે ડર એક વાર ફરી જીવિત થઈ ગયો છે કે 2024 પહેલા ભારત પીઓકેને પાછુ લેશે.

Tags :