દુનિયાનો સૌથી અમીર કેદી .. નેટવર્થ જાણીને ચોંકી જશો
જો કોઈ પણ વ્યક્તિ કોઈપણ કાયદાના ઉલ્લંઘન માટે દોષી સાબિત થાય છે, તો તેને સજા કરવામાં આવે છે, પછી ભલે તે ધનિક હોય કે, નાની ઝૂંપડીમાં રહેતો ગરીબ વ્યક્તિ. આ વચ્ચે દેશનો સૌથી ધનિક કેદી વિશે વાત કરીશું. હાલમાં જ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સ્થાપક અને સીઈઓને જેલમાં જવું પડ્યું અને તેની નેટવર્થ જાણીને તમને આશ્ચર્ય થશે.
ક્રિપ્ટો ઇન્ડસ્ટ્રીમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ
વિશ્વની સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binance ના સ્થાપક અને CEO ચાંગપેંગ ઝાઓને ચાર મહિનાની જેલની સજા ફટકારવામાં આવી છે. અમેરિકી મની લોન્ડરિંગ વિરોધી અને પ્રતિબંધોના કાયદાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના સ્થાપક એક સમયે ક્રિપ્ટો ઉદ્યોગમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ હતા. આ દરમિયાન, તે FTX ના સેમ બેંકમેન-ફ્રાઈડ પછી જેલની સજા પામેલા બીજા મોટા ક્રિપ્ટો બોસ બન્યા છે.
ચાંગપેંગ ઝાઓની નેટવર્થ કેટલી છે?
ચાંગપેંગ ઝાઓ આખા યુનાઇટેડ સ્ટેટ્સ અને કદાચ વિશ્વમાં જેલમાં જનાર સૌથી ધનિક વ્યક્તિ છે. બ્લૂમબર્ગ અનુસાર, તેમની અંગત સંપત્તિ બિલિયન ડોલર એટલેકે રૂ. 35 ટ્રિલિયન 89 અબજ 79 લાખ રૂપિયા છે. મહત્વનું છેકે, 47 વર્ષીય CEOએ ગયા વર્ષે Binanceના CEO પદેથી રાજીનામું આપ્યું હતું.