માર્ક ઝકરબર્ગે પત્નીની મૂર્તિ ડિઝાઈન કરાવી ઘરમાં મૂકાવી, પ્રિસિલાનું રિએક્શન વાયરલ
Mark Zuckerberg installed a statue of his wife behind house: સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ ફેસબુકના કો-ફાઉન્ડર અને મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ તાજેતરમાં ફરી એકવાર એક ખાસ કારણથી ચર્ચામાં છે. તેનું કારણ છે તેમના ઘરની પાછળના ભાગમાં લગાવવામાં આવેલી મૂર્તિ. હકીકતમાં આ મૂર્તિ તેમની પત્ની પ્રિસિલા ચાનની છે. એટલે કે તેમણે ઘરની પાછળ તેની પત્નીની એક મૂર્તિ બનાવી છે, અને હાલમાં જ તેમણે આ મૂર્તિની કેટલીક તસવીરો શેર કરી છે.
પત્નીની મૂર્તિ લગાવવાનું બતાવ્યું કારણ
આપણને દરેકને પ્રશ્ન થાય કે, માર્કે આવું કેમ કર્યું? શું આ કોઈ સફળતા માટેની યુક્તિ છે કે માત્ર એક શોખ? આનો જવાબ માર્કની પોસ્ટના કેપ્શનમાં જ આપ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું - 'ઘરની પાછળના ભાગમાં પત્નીની પ્રતિમા બનાવવાની રોમન પરંપરાને પાછી લાવવાનો કોશિશ, આભાર ડેનિયલ અર્શમ.' તમને જણાવી દઈએ કે, ડેનિયલ અરશમ એ અમેરિકન કલાકાર છે, જેણે આ સ્ટેચ્યુ તૈયાર કર્યું છે.
આ મૂર્તિ ડેનિયલ્સની હસ્તાક્ષરની સ્ટાઈલ, વાસ્તુકળા, શિલ્પ અને પ્રદર્શન કલાના બ્લૈડિંગ એલિમેન્ટને દર્શાવે છે, જે ટિફની ગ્રીન પેટિના સાથે અર્શમના કાંસાના વર્ક સાથે મળતી આવે છે.
માર્કની પોસ્ટ પર શું કહ્યું પત્ની પ્રિસિલાએ ?
ઝકરબર્ગની પોસ્ટનો જવાબ આપતાં પ્રિસિલાએ પૂછ્યું, 'મારા માટે જેટલું કરે, એટલું સારું જ છે ને?' તો સોશિયલ મીડિયા યુઝર્સ પણ ઝકરબર્ગના આટલી મહત્ત્વપૂર્ણ કલાકૃતિને પોતાની પત્નીને સમર્પિત કરવાના વિચારથી ખૂબ પ્રભાવિત થયા હતા. એક યુઝરે મજાક કરતા કહ્યું, 'આ પોસ્ટ પછી દરેક જગ્યાએ પતિઓ ધ્રૂજી રહ્યા છે.' અન્ય એક બીજાએ કહ્યું, 'છોકરીઓ, તમે તમારી માટે એવો પુરુષ શોધો જે તમારી મૂર્તિઓ બનાવે.' એક યુઝરે લખ્યું - 'આ ખૂબ જ સુંદર છે - તમારી પત્ની બિલકુલ દેવી જેવી દેખાઈ રહી છે.'