પાકિસ્તાનમાં અસ્થિર પરિણામો પછી બિલાવલ, શેહવાઝ એક થઈ રહ્યા છે : નવાઝ શરીફ વડાપ્રધાન થવાની શક્યતા

Updated: Feb 13th, 2024


Google NewsGoogle News
પાકિસ્તાનમાં અસ્થિર પરિણામો પછી બિલાવલ, શેહવાઝ એક થઈ રહ્યા છે : નવાઝ શરીફ વડાપ્રધાન થવાની શક્યતા 1 - image


- પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના પ્રમુખ બિલાવલ ભુટ્ટો અને આસીફઅલી ઝરદારીએ PML-N  ના પ્રમુખ શેહવાઝ શરીફ રવિવારે મોડે સુધી મળ્યા હતા

લાહોર : પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો અને આસીફઅલી ઝરદારીએ પાકિસ્તાન મુસ્લિમ લીગ (પીએમએલ-એન) એનના પ્રમુખ શેહવાઝ શરીફ સાથે રવિવારે મોડી રાત સુધી મંત્રણાઓ કરી હતી અને દેશને રાજકીય અસ્થિરતામાંથી બચાવવા એકતા સાધવા સંકલ્પ કર્યો હતો.

પ્રાપ્ય માહિતી પ્રમાણે પીએમએન-એનના વડાપ્રધાનપદ સંભાળે તથા પ્રમુખ અને સ્પીકરનું પદ ગઠબંધન જેને મંજૂર કરે તેને આપવામાં આવે. જ્યારે ડેપ્યુટી સ્પીકરનું પદ, સાથી પક્ષ મુત્તાહીદા કોમી મુવમેન્ટ- પાકિસ્તાન (એમક્યુએમ-પી) અથવા તો જે કોઈ અપક્ષ સભ્ય ગઠબંધનમાં જોડાવા માગે તેને આપવામાં આવે. નવી સરકારમાં પીએમએલ-એન, વિત્ત મંત્રાલય સંભાળે અને અન્ય મંત્રીપદો પારસ્પરિક મંત્રણા દ્વારા સાથી પક્ષને વહેંચવાનો નિર્ણય પણ લેવાયો છે.

સેનેટ (ઉપલા ગૃહ)ના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનના પદો સેનેટની ચૂંટણી પછી સાથી પક્ષો સાથે ચર્ચા કરી લેવામાં આવશે. આ અંગે પીપીપી અને બંને પ્રમુખોએ "X" ઉપર કરેલા પોસ્ટમાં જણાવ્યું હતું કે દેશમાં પ્રવર્તતી રાજકીય અસ્થિરતા દૂર કરવા આ પગલું લેવામાં આવ્યું છે.

પીપીપીના નેતાગણે પ્રસિદ્ધ કરેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ દરખાસ્ત પક્ષની સેન્ટ્રલ એક્ઝિક્યુટીવ કમિટિની બેઠકમાં લેવામાં આવ્યો છે પીએમએલ-એનના પ્રતિનિધિ મંડળમાં આઝમ નઝીર તારાહ, આયાઝ સાદીક, અહેસાન ઇકબાલ, રાણા તનવીર, ખ્વાજા સાદ રફીક, મલિક અહમદખાન, મરીયમ ઔરંગઝેબ અને શાઝા ફાતીમા ઉપસ્થિત હતાં.


Google NewsGoogle News