Get The App

અમેરિકાના હવાઈ હુમલા બાદ પણ હુથીઓની જાહેરાત, યુદ્ધમાં યમન પણ પીછેહઠ નહીં કરે

Updated: Apr 19th, 2025

GS TEAM


Google News
Google News
અમેરિકાના હવાઈ હુમલા બાદ પણ હુથીઓની જાહેરાત, યુદ્ધમાં યમન પણ પીછેહઠ નહીં કરે 1 - image


Image Source: Twitter

US Air Strike: યમન પર અમેરિકાના હવાઈ હુમલા બાદ હુથી બળવાખોરોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. હુથીઓએ અમેરિકા અને ઈઝરાયલને ખુલ્લેઆમ પડકાર ફેંક્યો છે અને યુદ્ધ ચાલુ રાખવાનું એલાન કરી દીધું છે. હુથી બળવાખોરોએ કહ્યું છે કે, અમે અમેરિકા અને ઈઝરાયલ સામેની પોતાની સૈન્ય કાર્યવાહી બંધ નહીં કરીશું. 

હવાઈ હુમલા પર શું બોલ્યા હુથી?

એક અહેવાલ પ્રમાણે હુથી-નિયંત્રિત સશસ્ત્ર દળોએ કહ્યું છે કે 'જ્યાં સુધી ગાઝા પર ઈઝરાયલનું આક્રમણ બંધ ન થાય અને ગાઝા પરનો ઘેરો સંપૂર્ણપણે હટાવવામાં ન આવે ત્યાં સુધી યમન પેલેસ્ટિનિયન લોકોના સમર્થનમાં પોતાનું અભિયાન ચાલુ રાખશે.'

આ પણ વાંચો: યમનના ઓઇલ પોર્ટ પર અમેરિકાની એરસ્ટ્રાઈક : 74 હુથી આતંકીનાં મોત

અમેરિકાના હવાઈ હુમલા પર નિવેદન આપતા હુથી બળવાખોરોએ કહ્યું કે, આ આક્રમણથી સંઘર્ષ વધશે. યમન કોઈપણ સંજોગોમાં પીછેહઠ નહીં કરશે. તમને જણાવી દઈએ કે યમન પર અમેરિકન હવાઈ હુમલામાં 74 લોકોના મોત થઈ ગયા છે. 

CENTCOMએ કરી હુમલાની પુષ્ટિ

અહેવાલ પ્રમાણે અમેરિકાએ ગુરુવારે મોડી રાત્રે યમનના ઈસા તેલ બંદર પર બોમ્બમારો કર્યો હતો. આ હુમલામાં 74 લોકોના મોત થઈ ગયા હતા અને 171 લોકો ઘાયલ થયા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ પણ આ હુમલાની પુષ્ટિ કરી છે.

CENTCOMએ શેર કરી પોસ્ટ

CENTCOMનું કહેવું છે કે, હુથી બળવાખોરોને ઈરાનનું સમર્થન પ્રાપ્ત છે. તેને નબળું પાડવા માટે અમેરિકાએ હૂથીઓ પર હુમલો કર્યો છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરતા CENTCOM એ લખ્યું કે, 'આજે અમેરિકન સેનાએ ઈરાન સમર્થિત હુથી આતંકવાદીઓના ઉર્જા સ્ત્રોતોનો નાશ કરવા માટે કડક કાર્યવાહી કરી.'

અનેક વખત થઈ ચૂક્યા છે હુમલા

તમને જણાવી દઈએ કે, અમેરિકા માર્ચ મહિનાથી હુથી બળવાખોરોના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કરી રહ્યું છે. અમેરિકા સતત યમનની તેલ રિફાઈનરીઓ, એરપોર્ટ અને મિસાઈલોને ટાર્ગેટ કરી રહ્યું છે. બીજી તરફ હુથી બળવાખોરો પણ લાલ સમુદ્રમાં અમેરિકન જહાજો પર વારંવાર હુમલો કરી રહ્યા છે.

Tags :