UK જતા લોકો માટે મોટો ઝટકો, બ્રિટન સરકારે વિઝા ફી માં કર્યો વધારો

- આ વધારા સાથે જ વિઝાની કિંમત 624 પાઉન્ડ પ્રતિ વર્ષથી વધીને 1,035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે

Updated: Feb 6th, 2024


Google NewsGoogle News
UK જતા લોકો માટે મોટો ઝટકો, બ્રિટન સરકારે વિઝા ફી માં કર્યો વધારો 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 06 ફેબ્રુઆરી 2024, મંગળવાર

બ્રિટન સરકારે મોટો ઝટકો આપ્યો છે. યુનાઈટેડ કિંગડમ 6 ફેબ્રુઆરીથી પોતાના ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ (IHS)માં વધારો કરવા જઈ રહ્યું છે. આ વધારા સાથે જ વિઝાની કિંમત 624 પાઉન્ડ પ્રતિ વર્ષ થી વધીને 1,035 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે.

આવી જ રીતે 18 વર્ષથી ઓછી ઉંમરના વિદ્યાર્થીઓ અથવા અરજદારો માટેનો સરચાર્જ વાર્ષિક 470 પાઉન્ડથી વધીને 776 પાઉન્ડ પ્રતિ વર્ષ થઈ જશે. યુકેમાં પ્રવેશ અથવા નિવાસ માટે અરજી સબમિટ કરાતી વખતે ઈમિગ્રેશન હેલ્થ સરચાર્જ એક ફરજિયાત ચુકવણીની આવશ્યક્તા હોય છે.

અગાઉ ફી વધારાને લાગુ કરવાની તારીખ 16 જાન્યુઆરી 2024 નક્કી કરવામાં આવી હતી પરંતુ સંસદીય વિલંબને કારણે તેને બદલીને 6 ફેબ્રુઆરી 2024 કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, અરજી 6 જાન્યુઆરી પહેલા જ સબમિટ કરવામાં આવી ગઈ છે. વધારાના સરચાર્જને પાત્ર નહીં રહેશે. કુશળ શ્રમિક અને ગ્લોબલ બિઝનેસ મોબિલિટી વિઝા અરજીઓમાં વ્યક્તિની સૂચિત શરૂઆતની તારીખના ત્રણ મહિના અગાઉ સુધી સબમિટ કરવાની સુવિધા છે.

સુનાક સરકારે ઓક્ટોબરમાં પ્રવાસીઓ, વિદ્યાર્થીઓ અને વિદેશી શ્રમિકો માટે વિઝા ફીમાં વધારો કર્યો હતો. 6 મહિનાથી ઓછા સમયના પ્રવાસ માટે વિઝિટ વિઝા માટે હવે વધારાનો 15 પાઉન્ડનો ખર્ચ આવે છે જે કુલ 115 પાઉન્ડ થઈ જાય છે. નોન-યુકે અરજદારો માટે સ્ટુડન્ટ વિઝામાં 127 પાઉન્ડનો વધારો થયો છે જેના પરિણામે કુલ ફી 490 પાઉન્ડ થઈ ગઈ છે. દેશમાં વિદ્યાર્થી વિઝા અરજીઓ માટે પણ આટલી જ રકમ વસુલવામાં આવશે.


Google NewsGoogle News