H-1B વિઝા અંગે મોટા સમાચાર: અરજીની તારીખનું એલાન, જાણો ફી અને અન્ય જરૂરી માહિતી
USCIS announce H-1B initial Registration : યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) એ વર્ષ 2026 માટે H-1B વિઝા માટેની અરજી તારીખ જાહેર કરી છે. આ જાહેરાત પ્રમાણે 7 માર્ચથી 24 માર્ચ સુધી અરજીઓ કરી શકાશે. નોંધનીય છે કે, H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થીઓમાં ભારતીયો પણ સામેલ છે. H-1B વિઝા એક ઈમિગ્રન્ટ વિઝા છે, જે યુએસ કંપનીઓને વિદેશી કુશળ કર્મચારીઓને રોજગારી આપવાની સુવિધા આપે છે. આ વિઝા દ્વારા અમેરિકન ટેકનોલોજી કંપનીઓ દર વર્ષે ભારત, ચીન વગેરે દેશોમાંથી હજારો કુશળ કર્મચારીઓને નોકરી પર રાખે છે.
આ પણ વાંચો: ICC પર પ્રતિબંધ, WHOથી આઉટ, UNને પણ ઝટકો... ડોનાલ્ડ ટ્રમ્પનો શું છે પ્લાન?
અરજી માટે કેટલી ફી ચૂકવવી પડશે
USCIS એ જણાવ્યું હતું કે, અરજદારે USCIS વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી ફી $215 હશે. H-1B વિઝાના સૌથી મોટા લાભાર્થીઓમાં ભારતીયોનો સમાવેશ થાય છે. H-1B વિઝા દ્વારા દર વર્ષે લગભગ 6.5 લાખ વિદેશી કુશળ કર્મચારીઓને અમેરિકામાં કામ કરવાની પરવાનગી આપવામાં આવે છે. યુએસ ઇમિગ્રેશન વિભાગે જણાવ્યું હતું કે, અરજદારો દ્વારા છેતરપિંડીનું જોખમ ઘટાડવા માટે અરજી પ્રક્રિયામાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે.
17 જાન્યુઆરી, 2025 ના રોજ H-1B વિઝા નિયમો લાગુ કરાયા
H-1B વિઝા નોન-ઇમિગ્રન્ટ વિઝા પ્રોગ્રામ હેઠળ વિશિષ્ટ ક્ષેત્રોમાં વિદેશી કામદારોને કામચલાઉ ધોરણે મંજૂરી આપે છે. તેના માટે કર્મચારી પાસે ચોક્કસ ક્ષેત્રની કુશળતા અને શૈક્ષણિક લાયકાત હોવી આવશ્યક છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા 17 જાન્યુઆરી, 2025 ના રોજ H-1B વિઝા નિયમો લાગુ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ઈરાન સાથે મિત્રતાના કારણે ભારત પર ભડક્યું અમેરિકા, સતત બીજી વખત આપ્યો ઝટકો
1990 માં શરૂ થયો હતો H-1B વિઝાનો પ્રોગ્રામ
H-1B વિઝાની શરુઆત 1990થી શરુ કરવામાં આવી છે. અમેરિકન રાજકારણમાં H-1B વિઝાનો મુદ્દો પણ ગરમ છે. હકીકતમાં ટ્રમ્પ સમર્થક કેટલાક નેતાઓએ H1-B વિઝા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે, જ્યારે ટ્રમ્પ સમર્થક એલોન મસ્ક, વિવેક રામાસ્વામી સહિત કેટલાક નેતાઓએ તેના પક્ષમાં છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતે H-1B વિઝાને સમર્થન આપ્યું છે